
નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) દેશની અર્થવ્યવસ્થા પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં 7.8 ટકાના દરે વધી છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિકમાં આ વૃદ્ધિ 6.9 ટકા હતી.
સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડાઓમાં આ માહિતી આપી છે. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય (એનએસઓ) મુજબ અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. એનએસઓના જણાવ્યા મુજબ વર્તમાન નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં દેશની વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દર 7.8 ટકા નોંધાયો છે.
એનએસઓના આંકડાઓમાં જણાવાયું છે કે, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિકમાં સ્થિર કિંમતો પર વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) 81.36 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2025-26ના સમાન ત્રિમાસિકમાં આ આંકડો 75.46 લાખ કરોડ રૂપિયા હતો. આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ચાર મહિના એપ્રિલથી જુલાઈ સુધીનો રાજકોષીય ખાધ 4.5 લાખ કરોડ રૂપિયા રહ્યો. આ વાર્ષિક અંદાજોના 26.8 ટકા છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ 18.2 ટકા નોંધાયો હતો, જે દર્શાવે છે કે ખાધ ઘટ્યો છે. કુલ પ્રાપ્તીઓ 1.31 લાખ કરોડ રૂપિયા રહી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ