શોપિયામાં આતંકીઓના ઠેકાણાનો પર્દાફાશ, હથિયારો અને ગોળાબારુદ જપ્ત
શોપિયા, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.)। સુરક્ષા દળોએ સોમવારે શોપિયા જિલ્લામાં આતંકીઓના એક ઠેકાણાનો પર્દાફાશ કર્યો અને મોટી માત્રામાં હથિયારો તથા ગોળાબારુદ જપ્ત કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે, ચોક્કસ માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ, 44 રાષ્ટ્રીય
શોપિયામાં આતંકીઓના ઠેકાણાનો પર્દાફાશ, હથિયારો અને ગોળાબારુદ જપ્ત


શોપિયા, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.)। સુરક્ષા દળોએ સોમવારે શોપિયા જિલ્લામાં આતંકીઓના એક ઠેકાણાનો પર્દાફાશ કર્યો અને મોટી માત્રામાં હથિયારો તથા ગોળાબારુદ જપ્ત કર્યું.

અધિકારીઓએ જણાવ્યું કે, ચોક્કસ માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ, 44 રાષ્ટ્રીય રાઇફલ્સ અને સીઆરપીએફે શોપિયાના નાઈકપોરા મેમેન્ડર વિસ્તારમાં સંયુક્ત અભિયાન ચલાવ્યું. એક બાગવાળા વિસ્તારમાં તલાશી દરમિયાન ટીમે આતંકીઓના ઠેકાણાનો પત્તો લગાવ્યો અને હથિયારો તથા ગોળાબારુદ જપ્ત કર્યા. તેમાં એક એકે-47 રાઇફલ, બે એકે-47 મેગેઝિન, 7.62 એમએમના 60 રાઉન્ડ, એક પિસ્તોલ, એક ગ્રેનેડ અને 9 એમએમના 6 રાઉન્ડનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે જપ્ત કરાયેલા હથિયારોના સ્ત્રોત અને તેમના સંભવિત ઉપયોગનો પત્તો લગાવવા માટે આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande