આસામમાં પૂરથી હજુ પણ સાત જિલ્લાની 1,28,071 વસ્તી પ્રભાવિત, બે વધુ મૃતદેહ મળ્યા, મૃત્યુઆંક 87 પર પહોંચ્યો
ગૌહાટી, નવી દિલ્હી, 04 ઓગસ્ટ (હિ.સ.). આસામમાં પૂરથી હજુ પણ સાત જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત છે. પ્રભાવિત જિલ્લાઓમાં ચરાઈદેવ, શિવસાગર, ધેમાજી, ગોલાઘાટ, બિસ્વનાથ, જોરહાટ અને લખીમપુરનો સમાવેશ થાય છે. પૂરને કારણે આ જિલ્લાઓના 24 મહેસૂલી મંડળોના કુલ 380 ગા
આસામમાં પૂરથી તારાજી


ગૌહાટી, નવી દિલ્હી, 04 ઓગસ્ટ (હિ.સ.). આસામમાં પૂરથી હજુ પણ સાત જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત છે. પ્રભાવિત જિલ્લાઓમાં ચરાઈદેવ, શિવસાગર, ધેમાજી, ગોલાઘાટ, બિસ્વનાથ, જોરહાટ અને લખીમપુરનો સમાવેશ થાય છે. પૂરને કારણે આ જિલ્લાઓના 24 મહેસૂલી મંડળોના કુલ 380 ગામોની 128071 વસ્તી પ્રભાવિત છે અને 14230.148 હેક્ટર કૃષિ ભૂમિ પાણીમાં ડૂબેલી છે.

પૂરની વિનાશલીલા ઉપરી આસામના મુખ્યત્વે ચાર જિલ્લાઓ શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટમાં જોવા મળી રહી છે. સૌથી વધુ શિવસાગર જિલ્લાની સ્થિતિ સૌથી ખરાબ છે. પાણી અને કાદવ લોકોના ઘરોમાં અને રસ્તાઓમાં હજુ પણ ભરાયેલા છે. સરકારની સાથે સ્વયંસેવી સંગઠનો અને પોતાના સ્તરે લોકો પ્રભાવિત વિસ્તારોમાં પહોંચીને રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ડો. હિમંત બિસ્વ સરમા ઉપરી આસામમાં ગત 2 ઓગસ્ટથી પડાવ નાખીને બેઠા છે. રાહત કાર્યને ઝડપી બનાવવા માટે તમામ પાસાઓની દેખરેખ રાખી રહ્યા છે.

આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના 3 ઓગસ્ટના આંકડા અનુસાર, ધનસિરી નદી (નુમલીગઢ) વિસ્તારમાં હજુ પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આ દરમિયાન સોમવારે શિવસાગર જિલ્લામાંથી વધુ બે લોકોના મૃતદેહ મળી આવ્યા. આ રીતે પૂરથી રાજ્યમાં મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 87 પર પહોંચી ગઈ છે.

સરકારે પૂર પ્રભાવિત લોકો માટે 38 રાહત શિબિરો અને 17 રાહત વિતરણ કેન્દ્રો સહિત કુલ 55 શિબિરો કાર્યરત રાખ્યા છે. રાહત શિબિરોમાં 11066 લોકોએ આશ્રય લીધો છે, જ્યારે રાહત વિતરણ કેન્દ્રો પર 184 બિન-શિબિર નિવાસીઓ રાહત મેળવી રહ્યા છે.

પૂર રાહત અને બચાવ અભિયાનમાં એસડીઆરએફ, સેના/અર્ધલશ્કરી દળ, , ડીડીઆરએફ, એનડીઆરએફ, એરફોર્સ, પોલીસ, અગ્નિશમન અને કટોકટી સેવાઓ (એફ&ઈએસ), સર્કલ કાર્યાલય/સ્થાનિક પ્રશાસન, નાગરિક સુરક્ષા/તાલીમબદ્ધ સ્વયંસેવકો અને અગ્નિશમન વિભાગ જોડાયેલું છે. આ દરમિયાન, પૂર પ્રભાવિત વિસ્તારોમાં શનિવારે રાજ્ય સરકારે કુલ 76 મેડિકલ ટીમોને તૈનાત કરી. આ સમયગાળા દરમિયાન 23 બોટ પણ રાહત કાર્યમાં લાગેલી રહી.

પૂરથી મોટા પાયે રસ્તાઓ, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે. તેના સમારકામ માટે સરકાર સતત સમીક્ષા બેઠકો યોજીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande