ગ્લોબલ માર્કેટમાંથી મિશ્ર સંકેતો, એશિયામાં પણ મિશ્ર કારોબાર
નવી દિલ્હી, 04 ઓગસ્ટ (હિ.સ.). ગ્લોબલ માર્કેટમાંથી આજે મિશ્ર સંકેતો મળી રહ્યા છે. અમેરિકી બજારો પાછલા સત્ર દરમિયાન મજબૂતી સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ આજે હાલમાં તેજી સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. યુરોપિયન બજારો પણ પાછલા સત્ર દરમ
વૈશ્વિક શેર બજાર


નવી દિલ્હી, 04 ઓગસ્ટ (હિ.સ.). ગ્લોબલ માર્કેટમાંથી આજે મિશ્ર સંકેતો મળી રહ્યા છે. અમેરિકી બજારો પાછલા સત્ર દરમિયાન મજબૂતી સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ આજે હાલમાં તેજી સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. યુરોપિયન બજારો પણ પાછલા સત્ર દરમિયાન ગ્રીન ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યા. જ્યારે એશિયન બજારમાં આજે મિશ્ર કારોબાર થઈ રહ્યો છે.

પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે સમજૂતી થઈ જવાની અપેક્ષાને કારણે અમેરિકી બજારમાં પાછલા સત્ર દરમિયાન સતત તેજીનો માહોલ રહ્યો. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 110.78 અંક એટલે કે 1.48 ટકા ઉછળીને 7,600.50 અંકના સ્તરે બંધ થયો. આ જ રીતે, નાસ્ડેકે 540.04 અંક એટલે કે 2.13 ટકાનો જબરદસ્ત ઉછાળો નોંધાવીને 25,913.90 અંકના સ્તરે પાછલા સત્રના કારોબારનો અંત કર્યો. જ્યારે ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે હાલમાં 151.99 અંક એટલે કે 2.13 ટકાની તેજી સાથે 53,330.40 અંકના સ્તરે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે.

યુરોપિયન બજારોમાં પણ પાછલા સત્ર દરમિયાન તેજીનો માહોલ રહ્યો. સીએસી ઇન્ડેક્સ 104.18 અંક એટલે કે 1.21 ટકાની મજબૂતી સાથે 8,613.82 અંકના સ્તરે બંધ થયો. આ જ રીતે, ડીએએક્સ ઇન્ડેક્સે 372.07 અંક એટલે કે 1.43 ટકાનો ઉછાળો નોંધાવીને 26,001.31 અંકના સ્તરે પાછલા સત્રના કારોબારનો અંત કર્યો. જ્યારે બ્રિટનના ફાઇનાન્સિયલ ટાઇમ્સ સ્ટોક એક્સચેન્જમાં રજા હોવાને કારણે એફટીએસઇ ઇન્ડેક્સમાં પાછલા સત્ર દરમિયાન કોઈ હલચલ જોવા મળી ન હતી.

એશિયન બજારમાં આજે મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. એશિયાના નવ બજારોમાંથી પાંચના સૂચકાંકો નબળાઈ સાથે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે, જ્યારે ચાર સૂચકાંકો મજબૂતી સાથે ગ્રીન ઝોનમાં જળવાઈ રહ્યા છે. જકાર્તા કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.58 ટકાની મજબૂતી સાથે 6,270.48 અંકના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે, સ્ટ્રેટ્સ ટાઇમ્સ ઇન્ડેક્સ 0.30 ટકાની તેજી સાથે 5,629.18 અંકના સ્તરે પહોંચ્યો છે. આ ઉપરાંત, શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.16 ટકા ઉછળીને 3,815.59 અંકના સ્તરે અને સેટ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.09 ટકાની તેજી સાથે 1,623.36 અંકના સ્તરે કારોબાર કરી રહ્યા છે.

બીજી તરફ, ગિફ્ટ નિફ્ટી 0.04 ટકાના નજીવા ઘટાડા સાથે 24,656 અંકના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે, તાઇવાન વેઇટેડ ઇન્ડેક્સ 0.12 ટકાની નબળાઈ સાથે 43,335.92 અંકના સ્તરે આવી ગયો છે. કોસ્પી ઇન્ડેક્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં આ સૂચકાંક 1.08 ટકા ઘટીને 6,190.06 અંકના સ્તર સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત, હેંગ સેંગ ઇન્ડેક્સ 98.40 અંક એટલે કે 0.38 ટકા તૂટીને 25,911 અંકના સ્તરે અને નિક્કેઈ ઇન્ડેક્સ 202.90 અંક એટલે કે 0.32 ટકા ગગડીને 63,552 અંકના સ્તરે કારોબાર કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande