વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષે પોંડીચેરીના મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 04 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્યોએ મંગળવારે પોંડીચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એન. રંગાસ્વામીના અનુભવી અને વિકાસ-લક્ષી નેતૃત્વ
પોંડીચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામી


નવી દિલ્હી, 04 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્યોએ મંગળવારે પોંડીચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એન. રંગાસ્વામીના અનુભવી અને વિકાસ-લક્ષી નેતૃત્વથી પોંડીચેરીના લોકોને લાભ મળ્યો છે. વડાપ્રધાને તેમના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરી છે.

બિરલાએ એક્સ પર લખ્યું, પોંડીચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામીને જન્મદિવસની શુભેચ્છાઓ. તમારા સારા સ્વાસ્થ્ય, ખુશી અને લાંબા તથા સંતોષકારક જીવનની કામના કરું છું. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, એન. રંગાસ્વામી પોંડીચેરીની વિકાસ યાત્રાને વધુ મજબૂત કરવા અને લોકોનું જીવન બહેતર બનાવવા માટે દ્રઢ પ્રયાસો કરી રહ્યા છે. સિંહે તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમરની કામના કરી.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદીય તથા લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પણ રંગાસ્વામીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande