વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી મુલતવી
નવી દિલ્હી, 04 ઓગસ્ટ (હિ.સ.). મંગળવારે લોકસભાની કાર્યવાહી વિપક્ષના હોબાળા અને સૂત્રોચ્ચારને કારણે પ્રશ્નકાળ ચાલી શક્યો નહીં અને અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી મુલતવી રાખી. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલ
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા


નવી દિલ્હી, 04 ઓગસ્ટ (હિ.સ.). મંગળવારે લોકસભાની કાર્યવાહી વિપક્ષના હોબાળા અને સૂત્રોચ્ચારને કારણે પ્રશ્નકાળ ચાલી શક્યો નહીં અને અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી મુલતવી રાખી.

ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને પ્રશ્નકાળને સુચારુ રૂપે ચાલવા દેવા અને ગૃહની કાર્યવાહીમાં સહયોગ કરવા અપીલ કરી. જોકે, વિપક્ષી સભ્યો 20 જુલાઈના રોજ સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીના મુદ્દે વિરોધ દર્શાવતા ગૃહમંત્રી જવાબ આપો સહિતના અન્ય નારા લગાવતા રહ્યા.

સતત ચાલુ રહેલા હોબાળા વચ્ચે અધ્યક્ષે કહ્યું કે, સંસદ લોકશાહીનું સર્વોચ્ચ મંચ છે, જે ચર્ચા અને સંવાદ માટે છે. તેમણે કહ્યું, ગૃહ સૂત્રોચ્ચારનું મંચ નથી. સાંસદોની જવાબદારી હોય છે કે તેઓ ગૃહમાં ચર્ચા કરે. સૂત્રોચ્ચારથી લોકોની અપેક્ષાઓ પૂરી નહીં થાય. હું ચર્ચા માટે બધાને સમય આપીશ.

આ છતાં વિપક્ષી સભ્યોનો હોબાળો ચાલુ રહેવા અને પ્રશ્નકાળ ચાલી ન શકવાને કારણે અધ્યક્ષે લોકસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી મુલતવી રાખી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સચિન બુધૌલિયા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande