
નવી દિલ્હી, 04 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે એક્સ પોસ્ટમાં એક સુભાષિતમ્ શેર કર્યું. તેમણે આ સુભાષિતમ્માં નિરંતર પ્રયાસ અને લગનથી પ્રતિભાને વધુ સારી બનાવવા પર પ્રકાશ પાડ્યો.
વડાપ્રધાન મોદીએ એક્સ પર સંસ્કૃત શ્લોક શેર કર્યો, “ 'न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते । तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति॥' તેનો અર્થ છે, આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર કરનારું કંઈ પણ નથી. કર્મયોગ કે સાધના દ્વારા, જેનું અંતઃકરણ સારી રીતે શુદ્ધ થઈ ગયું છે, તે સાધક સમય આવ્યે તે પરમ જ્ઞાનને પોતાની અંદર આત્મામાં અનુભવી લે છે.
તેમણે કહ્યું કે, સતત પ્રયાસ અને લગનથી પ્રતિભા ખીલે છે. આજે આપણા યુવાનો આ જ ગુણોને અપનાવી રહ્યા છે અને દુનિયાભરમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. અહીં જ્ઞાનથી વધુ પવિત્ર કંઈ પણ નથી. આત્મ-સાધના કરનાર યોગી સમયની સાથે તેને પોતાની અંદર જ પ્રાપ્ત કરી લે છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ