
- ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલીવાર એક સાથે 10 અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ
- તપાસ કમિટીના રિપોર્ટ બાદ ટર્મિનેટ કરાશે
અમદાવાદ,07 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ કરેલી લ્હાણીને લઈને એબીવીપીએ આજે યુનિવર્સિટી ખાતે ઇન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કર્યો અને કુલપતિની ઓફિસમાં વિદ્યાર્થીઓના ધરણા પ્રદર્શન કર્યું. ઇન્ચાર્જ કુલપતિએ સાંજ સુધીમાં કાર્યવાહી કરવાની દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ભરતી કરેલા તમામ 10 લોકોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ દ્વારા તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ખોટી રીતે પગાર ચૂકવવામાં આવ્યા અને નિયમ વિરુદ્ધના પદ પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ આપ્યા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. જે અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર એક સાથે 10 અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ આ મુદ્દે આજે એબીવીપી મેદાને આવ્યું હતું. પૂર્વ કુલપતિએ પોતાના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લ્હાણી કરી હોવાનો ABVP દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો છે. નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો છે. જેથી તેને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે 7 ઑગસ્ટે એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ નિયુક્ત કરેલ પાવન પંડિત - એનિમેશન કોઓર્ડીનેટર- 2.50 લાખ,શ્રીનિવાસ રાવ- GUSEC CEO - 5 લાખ,બિશ્વજીત અધિકારી - GUSEC - 2.50 લાખ,માનસિંગ રજોરા - GUSEC - 1.25 લાખ,ચંદ્રશેખર ઝા - એસ્ટેટ ઓફિસર - 1.50 લાખ,દિનેશ શર્મા - ચીફ એકાઉન્ટ ઓફિસર - 1.25 લાખ,પરેશ સોની - ફાયર ઓફિસર - 60 હજાર,તુષાર ત્રિવેદી - લીગલ ઓફિસર - 40 હજાર,POP - પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ હેઠળ ભરતી કરાયેલા કોન્ટ્રાક્ટ આધારિત ઓફિસર ફેકલ્ટી - એક ફેકલ્ટીનો 2.25 લાખ પગાર આપવામાં આવતો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ