
જામનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરના પટેલકોલોની શેરી નંબર-6 માં રહેતાં મેકેનીકલ એન્જીનિયર યુવાને તેની જૂની પ્રેમિકા સાથે વાત કરવી ન હોય અને પ્રેમિકા ફોન કરતી હોય જેથી ચિંતામાં યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
જયારે કે, જામનગર-ખંભાળિયા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત સર્જી્ વાહનચાલક ફરાર થઈ જતાં પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આંધ્રપ્રદેશના વિશાખાટ્ટનમના પેન્ડુર્થી સુજાતાનગરનો વતની અને હાલ જામનગર શહેરના પટેલકોલોની શેરી નંબર-6 માં રાધે કૃષ્ણ મંદિર પાસે આવેલા ગેલેકસી એપાર્ટમેન્ટના 102 નંબરમાં રહેતાં પવનકુમાર શ્રીહરી ગુડુપલ્લી (ઉ.વ.26) નામના મેકેનીકલ એન્જીનિયર યુવાન સાથે જૂની પ્રેમિકા રોઝા વાત કરવી હોવાથી અવાર-નવાર ફોન કરતી હતી. પરંતુ, યુવાનને રોઝા સાથે વાત કરવી ન હોય જેથી ચિંતામાં રહેતો હતો. રોઝા ફોન કરતી હતી પરંતુ પવનકુમાર ફોન રીસીવ કરતો ન હતો. દરમિયાન ગુરૂવારે મધ્યરાત્રિના સમયે તેના ઘરે રૂમમાં પંખા સાથે ચૂંદડી વડે ગળેટૂંપો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની લિખીતાબેન દ્વારા જાણ કરાતા હેકો જે.કે.વજગોર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજા બનાવમાં જોગવડ ગામના રાણીશીપ વિસ્તારમાં રામાપીર મંદિર પાસે રહેતા અને વેપાર કરતા લાલજીભાઈ તેજાભાઈ પરમાર (ઉ.વ. ૫૪)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના કુટુંબી ભાઈ કરશનભાઈ જેઠાભાઈ પરમાર (ઉ.વ. ૮૦), જે ભંગાર વીણી ગુજરાન ચલાવે છે, તેઓ તા. ૩ ઓગસ્ટની રાત્રિએ ભંગાર વીણવા માટે ઘરેથી નીકળ્યા હતા.
દરમ્યાન મેઘપર સીમ રોડ પર રાત્રે આશરે ૧૨ વાગ્યાના સુમારે કોઇ અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી કરશનભાઇને ઠોકર મારી ગંભીર ઇજા પહોચાડી હતી. આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી જઇ ૧૦૮ મારફત સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમ્યાનમાં લાલજીભાઇ દ્વારા ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં અજાણ્યા વાહનચાલક સામે અકસ્માત સર્જીને નાશી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા વાહનચાલકની શોધખોળ આદરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt