મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળ્યા, ખુશીનો માહોલ જોવા મળ્યો
ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસ વેચાણ કરવા માટે આવતા હોય છે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ડુંગળી, નારિયેળ, તલ, ચણા વગેરે જણસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા. ખેડૂતોને ભાવ પણ
મહુવા યાર્ડ


ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસ વેચાણ કરવા માટે આવતા હોય છે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ડુંગળી, નારિયેળ, તલ, ચણા વગેરે જણસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા. ખેડૂતોને ભાવ પણ ખૂબ સારા મળ્યા હતા ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે આવક નોંધાતી હોય છે અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. આ ઉપરાંત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.

ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીના ભાવ 80 રૂપિયાથી લઈને 532 રૂપિયા સુધી રહ્યા હતા આજે 2105 કટ્ટા લાલ ડુંગળી નું વેચાણ કરવામાં આવ્યું હતું. ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે આજે સફેદ ડુંગળીના ભાવ 142 રૂપિયાથી લઈને 411 રૂપિયા સુધી રહ્યા હતા આજે 1645 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યો હતો તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 26 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે આજે નારિયેળના 10295 નંગ નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 300 રૂપિયા થી લઈને 2500 રૂપિયા સુધી પ્રતિ મને રહ્યા ગઈકાલે સરખામણીએ નારિયળ ના ભાવમાં 118 રૂપિયા નો વધારો નોંધાયો છે.

આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાના 2 કટ્ટા ની આવક નોંધાઈ હતી જેના ભાવ 950 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 318 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ આજે સફેદ તલનો ભાવ 2200 રૂપિયાથી લઈને 2484 સુધી રહ્યો હતો ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 21 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે કાળા તલનો ભાવ 2001 રૂપિયાથી લઈને 3470 રૂપિયા સુધી રહ્યો હતો 95 રૂપિયાનો ગઈકાલે સરખામણીએ આજે ઘટાડો નોંધાયો છે આજે 36 કટ્ટા તલને વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું છે.

આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં એરંડાના 2 કટ્ટા ની આવક નોંધાઈ હતી જેના ભાવ 1286 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે આજે જુવારના 65 કટ્ટા ની આવક નોંધાઈ હતી જેના ભાવ 440 થી લઈને 1072 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 99 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ આજે ઘઉં ટુકડાના 405 કટ્ટા ની આવક નોંધાઈ હતી જેના ભાવ 462 રૂપિયાથી લઈને 579 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગના 10 કટાની આવક નોંધાય હતી જેનો ભાવ 501 રૂપિયા સુધી પ્રતિમણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભાવ આજે રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande