મહેસાણામાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 08 ઓગસ્ટ (હિ.સ.) માય ભારત મહેસાણા દ્વારા સાર્વજનિક એમ.એસ.ડબલ્યુ. કોલેજ ખાતે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. યુવાનોમાં વધતી વ્યસનની પ્રવૃત્તિને દૂર કરી યુવાશક્તિને વ
મહેસાણામાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 08 ઓગસ્ટ (હિ.સ.) માય ભારત મહેસાણા દ્વારા સાર્વજનિક એમ.એસ.ડબલ્યુ. કોલેજ ખાતે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. યુવાનોમાં વધતી વ્યસનની પ્રવૃત્તિને દૂર કરી યુવાશક્તિને વિકસિત ભારતના નિર્માણ સાથે જોડવાના ઉદ્દેશથી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મુકેશ પટેલે યુવાનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘યુવા વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાશક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે યુવાનોને આત્મવિશ્વાસ વધારવા અને દરેક પ્રકારના વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી.

નશામુક્તિના સંદેશ સાથે સ્લેમ પોએટ્રી, ડિબેટ, પેઇન્ટિંગ, સ્લોગન હરીફાઈ, ડાન્સ, નુક્કડ નાટક, સંગીત અને ફિલ્મ રીલ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. યુવાનોએ પોતાની કળા અને કૌશલ્ય રજૂ કર્યા હતા. સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિજેતાઓને પુરસ્કાર, મોમેન્ટો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા.

કોલેજના પ્રાચાર્ય ડૉ. ક્રાંતિબેન ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિતોને નશામુક્ત ભારતના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં માય ભારત મહેસાણાના કો-ઓર્ડિનેટર દર્શન સથવારા સહિત અગ્રણીઓ, આચાર્યશ્રીઓ અને માય ભારતની ટીમ ઉપસ્થિત રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande