સિદ્ધપુરમાં CWSN બાળકો માટે, વિશેષ એસેસમેન્ટ કેમ્પ યોજાયો.
પાટણ, 09 ઓગસ્ટ (હિ.સ.) સિદ્ધપુરના BRC ભવન ખાતે 9 ઓગસ્ટ, 2026ના રોજ વિશેષ જરૂરિયાતવાળા (CWSN) બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. સમગ્ર શિક્ષા કચેરી પાટણના IED વિભાગ દ્વારા, આયોજિત આ કેમ્પમાં સિદ્ધપુર, પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના કુલ 330
સિદ્ધપુરમાં CWSN બાળકો માટે વિશેષ એસેસમેન્ટ કેમ્પ


પાટણ, 09 ઓગસ્ટ (હિ.સ.)

સિદ્ધપુરના BRC ભવન ખાતે 9 ઓગસ્ટ, 2026ના રોજ વિશેષ જરૂરિયાતવાળા (CWSN) બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. સમગ્ર શિક્ષા કચેરી પાટણના IED વિભાગ દ્વારા, આયોજિત આ કેમ્પમાં સિદ્ધપુર, પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના કુલ 330 દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ જોડાયા હતા. જિલ્લા IED કો-ઓર્ડિનેટર મધુબેન જાદવ, BRC કો-ઓર્ડિનેટર લલિતભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા બાળકોની શારીરિક અને માનસિક ક્ષમતાનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. બાળકોની જરૂરિયાતો ઓળખી તેમને યોગ્ય સાધન-સહાય ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. સાથે જ વાલીઓને બાળકોના શિક્ષણ અને પુનર્વસન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દિવ્યાંગ બાળકો માટેની વિવિધ સરકારી યોજનાઓ, મળવાપાત્ર લાભો અને સહાય અંગે વાલીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોની ક્ષમતાઓ અને જરૂરિયાતોનું મૂલ્યાંકન કરી તેમને જરૂરી સહાય અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવાનો હતો. સમગ્ર કેમ્પનું સફળ સંચાલન સમગ્ર શિક્ષા કચેરી પાટણના IED વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande