ભાવનગર મંડળના વાણિજ્ય પ્રબંધક સહિત અધિકારી-કર્મચારીઓ PCCM એવોર્ડથી સન્માનિત
ભાવનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક (PCCM) તરુણ જૈન દ્વારા અમદાવાદ ખાતે આયોજિત વિશેષ સંવાદ સમારોહ દરમિયાન ભાવનગર મંડળના મંડળ વાણિજ્ય પ્રબંધક નીલાદેવી ઝાલા સહિત મંડળના કુલ 06 અધિકારી-કર્મચારીઓને નાણાકીય વર્ષ 2025
ભાવનગર મંડળના મંડળ વાણિજ્ય પ્રબંધક સહિત


ભાવનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક (PCCM) તરુણ જૈન દ્વારા અમદાવાદ ખાતે આયોજિત વિશેષ સંવાદ સમારોહ દરમિયાન ભાવનગર મંડળના મંડળ વાણિજ્ય પ્રબંધક નીલાદેવી ઝાલા સહિત મંડળના કુલ 06 અધિકારી-કર્મચારીઓને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વાણિજ્ય વિભાગમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ PCCM એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક (PCCM) તરુણ જૈને સમારોહમાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધિત કરતાં સૌને સતત ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે વાણિજ્યિક ક્ષેત્રમાં દેશની અગ્રણી રેલવે એકમોમાં સામેલ છે અને આ સિદ્ધિ અધિકારીઓ તથા કર્મચારીઓના સામૂહિક પ્રયાસો અને સતત ઉત્કૃષ્ટ કામગીરીના કારણે જ શક્ય બની છે.

સંવાદ સમારોહમાં મુસાફર સુવિધાઓ અને કાર્યપ્રણાલી અંગે વિચાર-વિમર્શ

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સમારોહ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના કાર્ય અનુભવો રજૂ કર્યા હતા તથા વાણિજ્ય વિભાગની કાર્યપ્રણાલીને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવવા, મુસાફરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ વાણિજ્યિક પ્રવૃત્તિઓમાં ગુણાત્મક સુધારો લાવવા અંગેના વિવિધ ઉપાયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

વાણિજ્ય વિભાગના વિવિધ પદો પર કાર્યરત કર્મચારીઓએ તેમની દૈનિક કામગીરી દરમિયાન આવતી પડકારો તેમજ મુસાફરો સાથે સંબંધિત સમસ્યાઓ પણ પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક સમક્ષ રજૂ કરી હતી. આ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરતાં કાર્યપ્રણાલીમાં જરૂરી સુધારા કરવા તથા મુસાફરોને વધુ સારી સેવા અને સુવિધા પૂરી પાડવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી.

ભાવનગર મંડળના સન્માનિત અધિકારી-કર્મચારીઓ

વાણિજ્ય વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભાવનગર મંડળના નીચે જણાવેલ અધિકારી-કર્મચારીઓને PCCM એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા:

1. નીલાદેવી ઝાલા – મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર મંડળ

2. શમ્ભૂ સિંહ – વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક, ભાવનગર મંડળ

3. રવિભાઈ એમ. રાઠોડ – મંડળ વાણિજ્ય નિરીક્ષક

4. સુનીલ વિનાયક મકવાણા – મુખ્ય વાણિજ્ય લિપિક, ધોળા જંકશન

5. શ્રી શૈલેષ આર. પનસણવાળા – કાર્યાલય અધિક્ષક, ભાવનગર પરા

6. ઇરફાન આર. કુરેશી – વાણિજ્ય કુરિયર, ભાવનગર પરા

ભાવનગર મંડળના આ અધિકારી-કર્મચારીઓની આ સિદ્ધિ મંડળની કાર્યક્ષમતા તથા ઉત્કૃષ્ટ વાણિજ્યિક સેવાઓને દર્શાવે છે. આ સન્માનથી ભાવનગર મંડળની પ્રતિષ્ઠા વધુ મજબૂત બની છે તેમજ આ સિદ્ધિ પશ્ચિમ રેલવેને ભારતીય રેલવેમાં વાણિજ્યિક ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં મંડળના મહત્વપૂર્ણ યોગદાનને પ્રતિબિંબિત કરે છે.

આ પ્રસંગે ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ સન્માનિત તમામ અધિકારી-કર્મચારીઓ સહિત વાણિજ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા ભવિષ્યમાં પણ આ જ સમર્પણ, કાર્યક્ષમતા અને ઉત્કૃષ્ટતા સાથે કામગીરી કરીને મુસાફરોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande