ગીર પૂર્વની જસાધાર રેન્જમાં સિંહ પજવણીનો વીડિયો વાયરલ થતાં વન વિભાગની કાર્યવાહી, 2 શખ્સો ઝડપાયા
અમરેલી, 09 ઓગસ્ટ (હિ.સ.) : જસાધાર રેન્જ વિસ્તારમાં સોશિયલ મીડિયામાં સિંહ પજવણીનો વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ થયેલા વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સિંહને પરેશાન કરવાના કૃત્ય તેમજ પ્રતિબ
ગીર પૂર્વની જસાધાર રેન્જમાં સિંહ પજવણીનો વીડિયો વાયરલ થતાં વન વિભાગની કાર્યવાહી, 2 શખ્સો ઝડપાયા


અમરેલી, 09 ઓગસ્ટ (હિ.સ.) : જસાધાર રેન્જ વિસ્તારમાં સોશિયલ મીડિયામાં સિંહ પજવણીનો વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ થયેલા વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સિંહને પરેશાન કરવાના કૃત્ય તેમજ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશના મામલે વન વિભાગે બે શખ્સોને ઝડપી લીધા છે.

પ્રાથમિક તપાસમાં બંને શખ્સોએ પ્રતિબંધિત વન વિસ્તારમાં પ્રવેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ દરમિયાન સિંહની નજીક જઈ તેને પરેશાન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

વન વિભાગની ટીમે ટેકનિકલ અને અન્ય તપાસના આધારે બંને શખ્સોની ઓળખ કરી તેમને દબોચી લીધા હતા. બંને સામે વન્યજીવ સંરક્ષણના નિયમો તથા પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અંગેની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગીર વિસ્તારમાં સિંહોનું સંરક્ષણ અને સિંહ-માનવ સહઅસ્તિત્વ જળવાઈ રહે તે માટે વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને નજર રાખવામાં આવે છે. વન વિભાગે લોકોને પણ સિંહ કે અન્ય વન્યજીવોને પરેશાન ન કરવા તથા પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ ન કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર વન્યજીવોને લગતા વીડિયો વાયરલ કરવા કરતાં તેમના સંરક્ષણમાં સહભાગી બનવા પણ અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande