ગુજરાતના માન.મંત્રી પ્રવીણભાઈ માળીએ, સહકુટુંબ સોમનાથ મહાદેવની 'સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા' કરી
ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.)પરિવાર સમેત ગૌશાળા ખાતે ગૌપૂજન અને સેવક પૂજન પણ કર્યું. સ્થળ:સોમનાથ. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહનવ્યવહાર વિભાગના મંત્રી પ્રવીણભાઈ માળીએ પવિત્ર યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમન
મંત્રી  પ્રવીણભાઈ માળીએ સહકુટુંબ  સોમનાથ મહાદેવની 'સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા' કરી


ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.)પરિવાર સમેત ગૌશાળા ખાતે ગૌપૂજન અને સેવક પૂજન પણ કર્યું. સ્થળ:સોમનાથ.

ગુજરાત સરકારના રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહનવ્યવહાર વિભાગના મંત્રી પ્રવીણભાઈ માળીએ પવિત્ર યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈ, સહપરિવાર વિશેષ 'સોમનાથ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા' કરી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

મંત્રી પ્રવીણભાઈ માળીએ તેમના પરિવાર સાથે સોમનાથ મંદિરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક દેવાધિદેવ મહાદેવની 'સ્વાભિમાન પૂજા' સંપન્ન કરી ધન્યતા અનુભવી હતી. પૂજા કરીને પવિત્ર દ્રવ્યો સોમનાથ મહાદેવને અર્પણ કર્યા બાદ તેમણે ધ્વજાજીની ઢોલ શરણાઈ સાથે શોભાયાત્રા યોજી સ્વહસ્ત ધ્વજારોહણ કર્યું હતું.

ત્યારબાદ તેઓશ્રીએ ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ત્યાં સંપૂર્ણ આસ્થા સાથે ગૌમાતાનું શાસ્ત્રોક્ત વિધિવિધાનથી પૂજન કર્યું હતું.

સોમનાથ તીર્થમાં આવતા લાખો યાત્રિકોની સુવિધા માટે અવિરત શ્રદ્ધા અને સમર્પણથી સેવા આપતા સેવકોની કામગીરીને બિરદાવતા સ્વાભિમાન પૂજાના ભાગ સ્વરૂપે મંત્રીશ્રીએ સેવકોનું વિશેષ પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

આ પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ટ્રસ્ટ વતી મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તેમજ સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પવિત્ર પ્રસાદ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ મહાદેવ મંદિરમાં શરૂ કરવામાં આવેલી આ 'સ્વાભિમાન પૂજા' અત્યંત વિશેષ મહાત્મ્ય ધરાવે છે અને ભક્તોમાં શ્રદ્ધાનું કેન્દ્ર બની છે.

આ પૂજાનું લોન્ચિંગ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય.અધ્યક્ષ અને દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા, ૧૧ મે ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ સૌપ્રથમ આ પૂજા કરી દેશવાસીઓને રાષ્ટ્રપ્રેમ, ધર્મપ્રેમ અને ગૌરવનો સંદેશ આપ્યો હતો. આ પૂજા માત્ર વ્યક્તિગત કે, પારિવારિક સુખાકારી પૂરતી સીમિત નથી, પરંતુ તે ભારતીય સનાતન સંસ્કૃતિના ભવ્ય વારસા અને રાષ્ટ્ર પ્રત્યેના સ્વાભિમાનની ભાવનાને જાગૃત કરવા માટેનો એક આધ્યાત્મિક સંકલ્પ છે.

શ્રી સોમનાથ મહાદેવનું મંદિર હંમેશા ભારતની અદમ્ય ખુમારી, અતૂટ આસ્થા અને સ્વાભિમાનનું પ્રતીક રહ્યું છે. આ પૂજા દ્વારા ભક્તોને એ ભવ્ય ઇતિહાસ અને આત્મગૌરવ સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.

મંત્રી પ્રવીણભાઈ માળીની આ મુલાકાત અને નવનિર્મિત 'સોમનાથ સ્વાભિમાન મહાપૂજા'માં તેમની સહભાગિતા બદલ ધન્યતા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande