
ગીર સોમનાથ 09 ઓગસ્ટ (હિ.સ.)ગીર સોમનાથ “નારી વંદન ઉત્સવ-૨૦૨૬” અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં“મહિલા આરોગ્ય દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
જે અંતર્ગત વેરાવળ તાલુકાના ગોવિંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલા આરોગ્ય કેમ્પ યોજાયો હતો.
આ આરોગ્ય કેમ્પમાં મહિલાઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી સાથે જ જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન અને સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત આશા બહેનો સાથે મહિલાઓના આરોગ્ય, સ્વચ્છતા, પોષણ અને આરોગ્ય સેવાઓ અંગે સંવાદ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં આરોગ્ય પ્રત્યે, જાગૃતિ વધારવા તેમજ ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ