નંદકુંવરબા મહિલા કોલેજમાં, સાયબર ક્રાઈમ અને સોશિયલ મીડિયા સિક્યોરિટી અંગે માર્ગદર્શન
ભાવનગર, 09 ઓગસ્ટ(હિ.સ.) ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન હાલમાં બની રહેલા વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ, ઓનલાઈન છેતરપિંડી તેમજ સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપય
સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું


ભાવનગર, 09 ઓગસ્ટ(હિ.સ.) ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન હાલમાં બની રહેલા વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ, ઓનલાઈન છેતરપિંડી તેમજ સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને સાયબર ગુનેગારો દ્વારા અપનાવવામાં આવતી વિવિધ પદ્ધતિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને અજાણ્યા નંબર પરથી આવતા ફોન, મેસેજ અથવા લિંક પર વિશ્વાસ ન કરવો, કોઈપણ વ્યક્તિ સાથે OTP, પાસવર્ડ, બેંક એકાઉન્ટની વિગતો કે અન્ય અંગત માહિતી શેર ન કરવી તેમજ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવા અંગે સમજ આપવામાં આવી હતી.

સોશિયલ મીડિયા સિક્યોરિટી અંગે પણ વિદ્યાર્થીઓને જરૂરી સાવચેતી રાખવા જણાવાયું હતું. સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે મજબૂત પાસવર્ડ રાખવો, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવો, અજાણ્યા વ્યક્તિઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા સાવચેતી રાખવી અને પ્રાઈવસી સેટિંગ્સ યોગ્ય રીતે ગોઠવવા અંગે માર્ગદર્શન અપાયું હતું.

આ ઉપરાંત ઓનલાઈન શોપિંગ, ડિજિટલ પેમેન્ટ, ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ, ફિશિંગ, સાયબર બ્લેકમેઈલિંગ અને અન્ય પ્રકારની ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. કોઈ સાયબર ગુનાનો ભોગ બનવામાં આવે તો ગભરાયા વિના તાત્કાલિક સંબંધિત સત્તાવાળાઓને જાણ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા પણ જણાવાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande