રાજુલા તાલુકાના વાવેરા ગામ ખાતે નવનિર્મિત વન કવચનું લોકાર્પણ : વન સંરક્ષણ તરફ એક વધુ મક્કમ પગલું
અમરેલી, 09 ઓગસ્ટ (હિ.સ.) : આજરોજ સામાજિક વનીકરણ રેન્જ, રાજુલા હેઠળ વાવેરા ખાતે નિર્મિત વન કવચનું લોકાર્પણ રાજુલા-જાફરાબાદના ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે અમરેલી વિભાગના એ.સી.એફ. જાદવ સાહેબ, રાજુલા રેન્જના આર.એફ.ઓ. નવનીત ડેર, શેત્ર
રાજુલા તાલુકાના વાવેરા ગામ ખાતે નવનિર્મિત વન  કવચનું લોકાર્પણ :વન સંરક્ષણ તરફ એક વધુ મક્કમ પગલું


અમરેલી, 09 ઓગસ્ટ (હિ.સ.) : આજરોજ સામાજિક વનીકરણ રેન્જ, રાજુલા હેઠળ વાવેરા ખાતે નિર્મિત વન કવચનું લોકાર્પણ રાજુલા-જાફરાબાદના ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે અમરેલી વિભાગના એ.સી.એફ. જાદવ સાહેબ, રાજુલા રેન્જના આર.એફ.ઓ. નવનીત ડેર, શેત્રુંજીના આર.એફ.ઓ. મકવાણા, સેત્રાનિયા તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમમાં વાવેરાના સરપંચ, ભાક્ષી ગામના સરપંચ, મંગળુભાઈ રાજુલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન , કે.બી. કામળિયા (ભસાદર સરપંચ), તખુભાઈ, આગરીયા ગામના અગ્રણી પ્રકાશભાઈ ખુમાણ, વાવેરા તાલુકા પંચાયત સીટના કાળુભાઈ, તેમજ વાવેરા ગામના અગ્રણી ગોવિંદભાઈ સાખટ, પ્રકાશભાઈ ચાંદુ, અમરૂભાઈ ધાખડા અને ચંપૂભાઈ ધાખડા તેમજ બાઘાભાઈ સાખટ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યએ વન સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી માટે જરૂરી હોય ત્યાં દરેક પ્રકારનો સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ પર્યાવરણ સંરક્ષણ, હરિયાળું ગુજરાત અને આવનારી પેઢીને સ્વચ્છ અને સુરક્ષિત પ્રકૃતિ આપવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande