જામનગર : જોડિયા અને ધ્રોલ પોલીસે, જપ્ત કરેલા રૂ.25.92 લાખના વિદેશી દારૂ પર ફેરવાયું રોડરોલર
જામનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરાયેલા ₹25.92 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો કોર્ટના હુકમ બાદ વિધિવત નાશ કરવામાં આવ્યો છે. ધ્રોલના આહિર કન્યા છાત્રાલય પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં ઉચ્ચ
દારૂના જથ્થા નો નાશ


જામનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરાયેલા ₹25.92 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો કોર્ટના હુકમ બાદ વિધિવત નાશ કરવામાં આવ્યો છે. ધ્રોલના આહિર કન્યા છાત્રાલય પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પોલીસ દ્વારા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી કુલ 6,157 નંગ વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. નાશ કરાયેલા આ વિદેશી દારૂના જથ્થાની કુલ કિંમત ₹25,92,000 આંકવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરી, ઉચ્ચ મહેસૂલી અને પોલીસ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. જેમાં DYSP પિયુષ વાંદા, પ્રાંત અધિકારી (SDM) બ્રિજેશ કાલરીયા, ધ્રોલ તથા જોડિયાના મામલતદાર અને સ્થાનિક PI રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સ્થળ પર તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જરૂરી પંચરોજકામ કરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દ્વારા વહીવટી તંત્રે ગેરકાયદે દારૂની પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ પાઠવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande