કચ્છના દરિયાકાંઠે સુરક્ષા કવચ વધુ મજબૂત: રોડાસરથી ગુગરીયાણા સુધી 5 કિમીથી વધુ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
કચ્છ, 09 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના ભાગરૂપે મરીન પોલીસ દ્વારા શનિવારે વિશેષ કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ માર્ગે થતી સંભવિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દાણચોરી, ડ્રગ્સની
રોડાસરથી ગુગરીયાણા સુધી 5 કિમીથી વધુ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ


રોડાસરથી ગુગરીયાણા સુધી 5 કિમીથી વધુ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ


રોડાસરથી ગુગરીયાણા સુધી 5 કિમીથી વધુ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ


રોડાસરથી ગુગરીયાણા સુધી 5 કિમીથી વધુ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ


કચ્છ, 09 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના ભાગરૂપે મરીન પોલીસ દ્વારા શનિવારે વિશેષ કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ માર્ગે થતી સંભવિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દાણચોરી, ડ્રગ્સની હેરાફેરી તેમજ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે મરીન પોલીસ અને કમાન્ડોની સંયુક્ત ટીમો દ્વારા વ્યાપક ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને મરીન સેક્ટર કમાન્ડરના માર્ગદર્શન હેઠળ 8 ઓગસ્ટ, 2026ના રોજ આ કામગીરી હાથ ધરાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી, કોટેશ્વર-કચ્છ દ્વારા આયોજિત આ અભિયાનમાં નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર તેમજ મરીન કમાન્ડોની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો.

રોડાસરથી ગુગરીયાણા વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાં પાંચ કિલોમીટરથી વધુ અંતર સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન કાંઠા વિસ્તારની અવાવરૂ જગ્યાઓ, સંભવિત સંવેદનશીલ સ્થળો તેમજ દરિયાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવાની સાથે શંકાસ્પદ વાહનો અને બોટોની પણ તપાસ કરી હતી. દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સના પેકેટ, અજાણી બેગ અથવા અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળી આવે તો તેની તાત્કાલિક તપાસ થઈ શકે તે માટે પણ ટીમોને સતર્ક રાખવામાં આવી હતી.

આ કામગીરીનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કચ્છના કાંઠા સુધી પહોંચતા અટકાવવાનો છે. ખાસ કરીને દાણચોરી, માદક પદાર્થોની હેરાફેરી અને શંકાસ્પદ લોકોની અવરજવર પર નિયંત્રણ રાખવા માટે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

કચ્છનો દરિયાકાંઠો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો હોવાથી મરીન પોલીસ દ્વારા આવા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગને સુરક્ષા વ્યવસ્થાના મહત્વપૂર્ણ હિસ્સા તરીકે હાથ ધરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ દરિયાઈ પટ્ટામાં તકેદારી અને પેટ્રોલિંગ સતત જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande