જામનગરમાં જુગારના બે અડ્ડા પર પોલીસ ત્રાટકી : 10 શખસોની રૂ.1,12,960ની મત્તા સાથે ધરપકડ
જામનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતા શખ્સો સામે પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ 10 શખ્સોને ઝડપી પાડ્યા હતા. દરેડ જીઆઈડીસીમાં પંચકોશી બી ડિવિઝન પોલીસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી રૂ.11,210ની
જુગાર


જામનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતા શખ્સો સામે પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ 10 શખ્સોને ઝડપી પાડ્યા હતા. દરેડ જીઆઈડીસીમાં પંચકોશી બી ડિવિઝન પોલીસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી રૂ.11,210ની રોકડ તથા ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા, જ્યારે હરીયા કોલેજ પાછળ શિવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને ઝડપી રૂ.1,01,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરેડ જીઆઈડીસીના ગૌશાળા સર્કલથી આગળ પ્રથમ શેરીમાં પ્લોટ નં.4510ની આગળ કરંજના ઝાડ નીચે લાઈટના અજવાળામાં કેટલાક શખ્સો તીનપત્તી રોન-પોલીસનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ભુપેન્દ્ર લક્ષ્મીનારાયણ જાટવ (ઉ.વ.27), સોનુ રામસ્વરૂપ જાટવ (ઉ.વ.24), સંતોષ મેહરબાનસિંહ જાટવ (ઉ.વ.31), રાજેન્દ્ર ધનશ્યામ જાટવ (ઉ.વ.32) અને સુરેશ ભુપતભાઈ ભીલ (ઉ.વ.30)ને ઝડપી પાડ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ તમામ શખ્સો જામનગરમાં અલગ-અલગ સ્થળે મજૂરી કામ કરતા હતા.

પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.10,850ની રોકડ તેમજ સ્થળ પરથી રૂ.360 અને ગંજીપત્તાના 37 પાના મળી કુલ રૂ.11,210નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પાંચેય સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજી તરફ જામનગરના હરીયા કોલેજ પાછળ શિવનગર શેરી નં.2માં જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન હરભમભાઈ જીવણભાઈ નરા ચારણ, જીવણભાઈ હરભમભાઈ નરા ચારણ, દિવ્યાબેન ખીમજીભાઈ કરંગીયા, લતાબેન દિનેશભાઈ વિઠલાપરા અને માયાબેન જીતેન્દ્રભાઈ સુમરીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા પાંચ પૈકી ત્રણ મહિલાઓ છે.

એલસીબીએ સ્થળ પરથી રૂ.41,750ની રોકડ, ગંજીપત્તાના પાનાં તથા રૂ.60,000ની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂ.1,01,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારના બંને દરોડામાં કુલ 10 શખ્સોને ઝડપી પાડીને રૂ.1,12,960નો મુદ્દામાલ કબજે કર્યો છે અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande