રાજુલાના જૂની કાતર ગામે બોગસ ડોક્ટર ઝડપાયો, SOGની રેડમાં રૂ.27 હજારની એલોપેથિક દવાઓ જપ્ત
અમરેલી, 09 ઓગસ્ટ (હિ.સ.) : રાજુલા તાલુકાના જૂની કાતર ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને અમરેલી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે જૂની કાતર ગામમાં સંજય મોર નામનો શખ્સ કોઈપણ પ્રકારની માન્ય ત
રાજુલાના જૂની કાતર ગામે બોગસ ડોક્ટર ઝડપાયો, SOGની રેડમાં રૂ.27 હજારની એલોપેથિક દવાઓ જપ્ત


અમરેલી, 09 ઓગસ્ટ (હિ.સ.) : રાજુલા તાલુકાના જૂની કાતર ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને અમરેલી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે જૂની કાતર ગામમાં સંજય મોર નામનો શખ્સ કોઈપણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી કે લાયકાત વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો છે.

બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે સ્થળ પર રેડ પાડી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સંજય મોરને બોગસ ડોક્ટર તરીકે ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેની પાસે તબીબી વ્યવસાય કરવા માટે જરૂરી ડિગ્રી કે માન્ય લાયકાત ન હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ.27 હજારની કિંમતનો એલોપેથિક દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. કોઈપણ માન્ય તબીબી લાયકાત વગર લોકોની સારવાર કરી તેમના આરોગ્ય સાથે ચેડા કરવાના આક્ષેપો વચ્ચે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસ.ઓ.જી.ની અચાનક રેડના પગલે જૂની કાતર સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બોગસ ડોક્ટરો સામેની કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande