રૂ.91,300ના મુદ્દામાલ સાથે, હાથકાંપનો જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
ભાવનગર, 09 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગંજીપત્તાના પાના અને રોકડ રકમથી હાથકાંપનો હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ રૂ.91,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિ
જુગાર રમતા ઝડપાયેલ આરોપી


ભાવનગર, 09 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગંજીપત્તાના પાના અને રોકડ રકમથી હાથકાંપનો હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ રૂ.91,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

એલ.સી.બી. સ્ટાફને અગાઉ બાતમી મળી હતી કે પ્રવિણ ઉર્ફે પલ્લો જાદવભાઈ વાજા બહારથી માણસો ભેગા કરી મહેન્દ્રસિંહ પરબતસિંહ ગોહિલની ઓદરકા ગામની સીમમાં નેસડો વિસ્તારમાં આવેલી વાડીમાં પૈસા તથા પાનાથી હાથકાંપનો જુગાર રમાડે છે. જુગારનો અખાડો ચલાવી આર્થિક લાભ મેળવવા માટે નાળ ઉઘરાવતો હોવાની પણ બાતમી મળી હતી.

બાતમીની ખાતરી કરાવ્યા બાદ એલ.સી.બી.ની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરમિયાન ગંજીપત્તાના પાના અને રોકડ રકમથી હારજીતનો જુગાર રમતા સાત ઇસમો ઝડપાઈ ગયા હતા.

પકડાયેલા ઇસમોમાં મોહિત ઉર્ફે ફુગ્ગી હબીબભાઈ ભાડુલા, રફિક કાસમભાઈ ખોખર, જાવેદખાન હબીબખાન પઠાણ, અશોકભાઈ ઉર્ફે કલી મનસુખભાઈ ચૌહાણ, પ્રવિણ ઉર્ફે જોગી મામૈયાભાઈ અમરચોળી, બળદેવ જેન્તીભાઈ બારૈયા અને પ્રવીણ ઉર્ફે મુન્નો ધીરૂભાઈ ડાભીનો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના ૫૨ પાના, રૂ.91,300 રોકડ તથા તાડપત્રી મળી કુલ રૂ.91,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પ્રવિણ ઉર્ફે પલ્લો જાદવભાઈ વાજા અને મહેન્દ્રસિંહ પરબતસિંહ ગોહિલની ધરપકડ કરવાની બાકી છે. પોલીસે બંનેને ઝડપી પાડવા સહિત વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande