
જામનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠન દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ માટે વિશેષ અભ્યાસ વર્ગનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત પ્રદેશના પ્રવક્તા સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓમાં વૈચારિક સ્પષ્ટતા લાવવાનો અને તેમનું સુદ્રઢ ઘડતર કરવાનો છે. આ અભિયાન દ્વારા કાર્યકરોને પાર્ટીની મૂળ વિચારધારાથી માહિતગાર કરી રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં પોતાનું સમર્પિત યોગદાન આપે તે માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશાં 'સંગઠન સર્વોપરી છે' ના મંત્ર સાથે આગળ વધે છે. ભાજપ આજે જે સફળતાના શિખરે પહોંચી છે, તેની પાછળ કાર્યકર્તાઓના વર્ષોના સંઘર્ષ અને નિષ્ઠાપૂર્ણ યોગદાન રહેલું છે.
આવા અભ્યાસ વર્ગો થકી સંગઠનને ગ્રાઉન્ડ લેવલ પર વધુ મજબૂત અને શિસ્તબદ્ધ બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે, જેથી પાર્ટીના ઉદ્દેશ્યોને વધુ અસરકારક રીતે હાંસલ કરી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt