વનવાસી કલ્યાણ આશ્રમે, અરવલ્લી વ્યાખ્યા સમિતિનો કાર્યકાળ લંબાવવાની માંગ કરી
નવી દિલ્હી, 9 ઓગસ્ટ (હિ. સ.) : અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમે અરવલ્લીના પર્વતોને વ્યાખ્યાયિત કરવા માટે રચાયેલી સમિતિનો કાર્યકાળ બે મહિના લંબાવવાની માંગ કરી છે. સંસ્થા કહે છે કે હાલની 20 દિવસની વિન્ડો વ્યાપક અને અર્થપૂર્ણ પરામર્શ માટે પૂરતી નથી. સ
વનવાસી કલ્યાણ આશ્રમે, અરવલ્લી વ્યાખ્યા સમિતિનો કાર્યકાળ લંબાવવાની માંગ કરી


નવી દિલ્હી, 9 ઓગસ્ટ (હિ. સ.) : અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમે અરવલ્લીના પર્વતોને વ્યાખ્યાયિત કરવા માટે રચાયેલી સમિતિનો કાર્યકાળ બે મહિના લંબાવવાની માંગ કરી છે. સંસ્થા કહે છે કે હાલની 20 દિવસની વિન્ડો વ્યાપક અને અર્થપૂર્ણ પરામર્શ માટે પૂરતી નથી. સમિતિને તમામ હિતધારકો સાથે વ્યાપક ચર્ચા કરવા વિનંતી કરવામાં આવી છે.

અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ તરફથી 2 ઓગસ્ટના રોજ સમિતિના અધ્યક્ષને એક પત્ર મોકલવામાં આવ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાજસ્થાન અને ગુજરાતના અરવલ્લી વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયો રહે છે. આ વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળ પણ આવે છે. તેથી સમિતિએ અસરગ્રસ્ત વિસ્તારોની વ્યાપક મુલાકાત લેવી જોઈએ.

વનવાસીઓ માટે કામ કરતી સંસ્થા માંગ કરે છે કે, ક્ષેત્રની મુલાકાતોનો હિન્દી અને ગુજરાતીમાં વ્યાપક પ્રચાર કરવામાં આવે. અસરગ્રસ્ત પંચાયતોને પણ જાણ કરવી જોઈએ. ઉપરાંત, અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગની પણ વ્યાપકપણે સલાહ લેવી જોઈએ.

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આદિવાસીઓને લગતી નીતિગત બાબતો પર બંધારણની કલમ 338એ હેઠળ આયોગ સાથે પરામર્શ જરૂરી છે.

આશ્રમે સૂચનો આપવાની પ્રક્રિયાને સરળ બનાવવાની પણ માંગ કરી છે. સૂચનો હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં સ્વીકારવા જોઈએ. લેખિત સૂચનો ટપાલ દ્વારા મોકલવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર અરવલ્લીની ટેકરીઓને વ્યાખ્યાયિત કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande