બોટાદમાં મહિલા પોલીસની ‘શી ટીમ’ દ્વારા, ગરબા ક્લાસીસની મુલાકાત, સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું
બોટાદ, 09 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ મહિલા પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા બોટાદ શહેરમાં આવેલા વિવિધ ગરબા ક્લાસીસની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગરબા ક્લાસીસમાં તાલીમ લઈ રહેલી યુવતીઓ અને મહિલાઓ તેમજ ક્લાસીસના સંચાલક સાથે મુલાકાત કરી મહિલા સુરક્ષ
શી ટીમ દ્વારા કરવામાં આવેલા કામગીરી


બોટાદ, 09 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ મહિલા પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા બોટાદ શહેરમાં આવેલા વિવિધ ગરબા ક્લાસીસની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગરબા ક્લાસીસમાં તાલીમ લઈ રહેલી યુવતીઓ અને મહિલાઓ તેમજ ક્લાસીસના સંચાલક સાથે મુલાકાત કરી મહિલા સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

‘શી ટીમ’ના સભ્યોએ યુવતીઓ અને મહિલાઓ સાથે, સંવાદ કરી કોઈપણ પ્રકારની અસુરક્ષિત પરિસ્થિતિનો સામનો કરવો પડે અથવા કોઈ વ્યક્તિ દ્વારા હેરાનગતિ કરવામાં આવે તો ગભરાયા વિના તાત્કાલિક મહિલા પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’નો સંપર્ક કરવા જણાવ્યું હતું.

મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર હંમેશા તેમની સાથે છે અને મુશ્કેલીના સમયે મદદ માટે આગળ આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન ગરબા ક્લાસીસના સંચાલકોને પણ ક્લાસીસમાં આવતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા અંગે તકેદારી રાખવા તથા કોઈ શંકાસ્પદ અથવા અસામાન્ય પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.

‘શી ટીમ’ દ્વારા મહિલાઓને જાહેર સ્થળો તેમજ ક્લાસીસમાં પોતાની સુરક્ષા અંગે સજાગ રહેવા, અજાણ્યા વ્યક્તિઓથી સાવચેત રહેવા અને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે મુશ્કેલીને છુપાવવાને બદલે પોલીસનો સંપર્ક કરવા સમજાવવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande