પોરબંદરમાં રાજયકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે.
પોરબંદર, 09 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આવતી કાલે 10 ઓગસ્ટ, 2026 ના રોજ સવારે 08:30 કલાકે પોરબંદરના તાજાવાલા હોલ ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી માં રાજ્યકક્ષાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ
પોરબંદરમાં રાજયકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે.


પોરબંદર, 09 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આવતી કાલે 10 ઓગસ્ટ, 2026 ના રોજ સવારે 08:30 કલાકે પોરબંદરના તાજાવાલા હોલ ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી માં રાજ્યકક્ષાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ખાસ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહનવ્યવહાર રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં નાગરિકો સહભાગી બનવા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande