પાવીજેતપુર નજીક ભારજ બ્રિજ પાસે જનતા ડાયવર્ઝન શરૂ થતાં છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના વાહનચાલકોને મોટી રાહત
છોટાઉદેપુર, 09 ઓગસ્ટ (હિ.સ.) : પાવીજેતપુર નજીક સિહોદ ગામે ભારજ બ્રિજ પાસે ભારે વરસાદના કારણે સરકારી ડાયવર્ઝન ધોવાઈ જતાં છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશ તરફના લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. વાહનચાલકોને બોડેલી તરફ જવા માટે રંગલી ચોકડી અને મોડાસર
ડાયવર્ઝન


ડાયવર્ઝન


ડાયવર્ઝન


છોટાઉદેપુર, 09 ઓગસ્ટ (હિ.સ.) : પાવીજેતપુર નજીક સિહોદ ગામે ભારજ બ્રિજ પાસે ભારે વરસાદના કારણે સરકારી ડાયવર્ઝન ધોવાઈ જતાં છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશ તરફના લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. વાહનચાલકોને બોડેલી તરફ જવા માટે રંગલી ચોકડી અને મોડાસર ચોકડી થઈ અંદાજે ૩૦ કિમીનો ફેરો ફરવો પડતો હતો. જ્યારે અન્ય વિકલ્પ તરીકે ડુંગરવાંટ-વાંકી માર્ગે આશરે ૪૦ કિમીનો ફેરો કરવો પડતો હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.

આ પરિસ્થિતિમાં સિથોલ, સિહોદ તથા આસપાસના ગામોના યુવાનો અને આગેવાનોએ આગળ આવીને ભારજ બ્રિજ પાસે રાતોરાત જનતા ડાયવર્ઝન તૈયાર કરી તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દીધો છે. જનતા ડાયવર્ઝન શરૂ થતાં પાવીજેતપુર, બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાના લોકો તેમજ મધ્યપ્રદેશ તરફ અવરજવર કરતા વાહનચાલકોને મોટી રાહત મળી છે.

સરકારી ડાયવર્ઝન ધોવાઈ જવાથી મુખ્ય માર્ગનો સંપર્ક તૂટી ગયો હતો અને લાંબો ફેરો ફરવાની ફરજ પડતી હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ અને મુશ્કેલી જોવા મળી રહી હતી. ત્યારે સ્થાનિક યુવાનોની પહેલથી વૈકલ્પિક માર્ગ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

સરકારી ડાયવર્ઝન ધોવાઈ જતાં પાવીજેતપુરના બજાર સાથે આસપાસના અનેક ગામડાઓનો સીધો સંપર્ક તૂટી ગયો હતો. જેના કારણે લોકોને ૩૦થી ૪૦ કિમીનો ફેરો કરીને બજારમાં આવવાની ફરજ પડતી હતી. આ સ્થિતિની સીધી અસર પાવીજેતપુરના વેપાર-ધંધા પર પણ જોવા મળી રહી હતી અને વેપારીઓ ચિંતામાં મુકાયા હતા.

રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સિથોલ, સિહોદ અને મોટી રાસલી સહિતના ગામોના યુવાનો દ્વારા જનતા ડાયવર્ઝનનું કામ હાથ ધરી તેને શરૂ કરવામાં આવતા વેપારીઓમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. તહેવારના દિવસોમાં આસપાસના ગામડાઓમાંથી લોકો સરળતાથી પાવીજેતપુરના બજારમાં આવી શકશે તેવી આશા વેપારીઓમાં જાગી છે.

સ્થાનિક યુવાનો અને આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલા આ જનતા ડાયવર્ઝનને પાવીજેતપુરના બજાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે હાલના સમયમાં ‘જીવતદાન’ સમાન ગણાવવામાં આવી રહ્યું છે.

પાવીજેતપુર નજીક ભારજ બ્રિજ પાસે જનતા ડાયવર્ઝન શરૂ થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને રાહત મળી હતી. તસવીરમાં નજરે પડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande