પોરબંદર મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં આગામી અઢી વર્ષ માટે 15 સમિતિઓની નિમણુક.
પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મેયર સાગર મોદીના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં ગત સામાન્ય સભાના ઠરાવો અંગેની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હત
પોરબંદર   મહાનગરપાલિકાની  ખાસ સામાન્ય સભામાં આગામી  અઢી વર્ષ માટે 15  સમિતિઓની નિમણુક.


પોરબંદર   મહાનગરપાલિકાની  ખાસ સામાન્ય સભામાં આગામી  અઢી વર્ષ માટે 15  સમિતિઓની નિમણુક.


પોરબંદર   મહાનગરપાલિકાની  ખાસ સામાન્ય સભામાં આગામી  અઢી વર્ષ માટે 15  સમિતિઓની નિમણુક.


પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર

મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મેયર સાગર મોદીના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાનું

આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં ગત સામાન્ય સભાના ઠરાવો અંગેની કાર્યવાહી

નોંધને બહાલી આપવામાં આવી હતી. મહાનગરપાલિકાની જનરલ બોર્ડની ખાસ સભામાં આગામી અઢી

વર્ષના કાર્યકાળ માટે વિવિધ 15 સમિતિઓની નિમણુક કરવામાં આવી હતી. જેમાં પબ્લિક વર્કસ, વોટર વર્કસ, સેનિટેશન, લાઈટ, શહેરી ગરીબી સમાજ કલ્યાણ, સ્લમ અપગ્રેડેશન (હાઉસિંગ), ટાઉન પ્લાનિંગ, ગાર્ડન, ડ્રેનેજ, વાહન, લીગલ, રમત-ગમત અને સાંસ્કૃતિક, શિક્ષણ, આરોગ્ય તેમજ સ્ટાફ સિલેક્શન સમિતિનો

સમાવેશ થાય છે.

દરેક સમિતિમાં પાંચ સભ્યો ઉપરાંત અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવી

હતી. મ્યુનિસિપલ કમિશ્નર ટી.સી. તીરથાણીને મળેલ સત્તાના અનુસંધાને ખાસ સમિતિઓની

નિમણુક અંગેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

વિવિધ સમિતિઓના અધ્યક્ષ તરીકે

પબ્લિક વર્કસ સમિતિમાં અફઝલઅફીણી, વોટર વર્કસ સમિતિમાં લખન મોઢવાડિયા, સેનિટેશન સમિતિમાં વનરાજ કેશવાલા, લાઈટ સમિતિમાં નિરવ દવે, સામાજિક ન્યાય સમિતિમાં યોગેશ પુનાણી, સ્લમ અપગ્રેડેશન સમિતિમાં મીતા જોષી, ટાઉન પ્લાનિંગ સમિતિમાં અજય બાપોદરા, ગાર્ડન સમિતિમાં આશા સોલંકી, ડ્રેનેજ સમિતિમાં પ્રતાપઓડેદરા, વાહન સમિતિમાં રેખા શીંગરખિયા, લીગલ સમિતિમાં રાહુલ ચુડાસમા, રમત-ગમત અને સાંસ્કૃતિક સમિતિમાં

અજય બોખીરીયા, શિક્ષણ સમિતિમાં વિશાલ મોતીવરસ, આરોગ્ય સમિતિમાં મિલન મસાણી તેમજ

સ્ટાફ સિલેક્શન સમિતિના અધ્યક્ષ તરીકે સાગર મોદીની નિમણુક કરવામાં આવી હતી.

આમ, પોરબંદર મહાનગરપાલિકાની વિવિધ 15 સમિતિઓની રચના સાથે આગામી અઢી વર્ષ

માટે અધ્યક્ષો અને સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande