



પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) જરૂરિયાતમંદ
અને આર્થિક રીતે નબળા પરિવારોના
બાળકોને સારું શિક્ષણ મળી રહે તેવા હેતુથી વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘પ્રોજેક્ટ શિક્ષા’ પહેલ
અંતર્ગત પટેલ એકેડમીમાં કોચિંગ લેનારા
વિદ્યાર્થીઓ માટે ‘પ્રોજેક્ટ શિક્ષા કપ-2026’ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
હતું.
વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે સર્વાંગી
વિકાસ થાય, તેમનામાં સ્પર્ધાત્મક ભાવના, નેતૃત્વક્ષમતા
અને ટીમવર્ક વિકસે તેવા હેતુથી યોજાયેલી ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો વચ્ચે રોમાંચક મેચો રમાઈ હતી. વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આત્મવિશ્વાસ સાથે રમત રમી પોતાની પ્રતિભા દર્શાવી
હતી.વિદ્યાર્થીનીઓની ભાગીદારી અંગે કિશન
રાઠોડે જણાવ્યું હતું કે તક અને યોગ્ય
પ્રોત્સાહન મળેતો વિદ્યાર્થીની બહેનો કોઈ પણ
ક્ષેત્રમાં પાછળ રહે નહીં
અને શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે.
ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને મેન
ઓફ ધમેચ તરીકે શિક્ષણ કિટ આપવામાં આવી હતી.આ કિટનો હેતુ માત્ર ઇનામ આપવાનો નહીં
પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ પ્રેરિત
કરવાનો હતો. ખાસ વાત એ હતી કે પટેલ એકેડમીમાં કોચિંગ આપતા શિક્ષકો પણ વિદ્યાર્થીઓની ટીમમાં ખેલાડી તરીકે જોડાયા
હતા.
કાર્યક્રમમાં રામદેવ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે રમતગમત અને શિક્ષણ બંને
ક્ષેત્રે દરેક બાળકને આગળ વધવાની તક મળવી જોઈએ તેમ જણાવી ‘પ્રોજેક્ટ શિક્ષા’ના
પ્રયાસને બિરદાવ્યો હતો.આ પ્રસંગે પ્રો. વાઘેલા, લાખણશી ગોરાણીયા, માલદે મોઢવાડિયા, કોર્પોરેટર વજુ પુનાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
હતા.મહેમાનોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત
કર્યા હતા.અંતે વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી
અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya