પોરબંદરમાં 135 કિલો  શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો.
પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરના છાયા ગાંધી આશ્રમ નજીક પોરબંદર LCBએ દરોડો પાડી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ભાડાના મકાનમાં તપાસ કરતાં 15 કિલોની ક્ષમતાના
પોરબંદરમાં   135 કિલો  શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો.


પોરબંદરમાં   135 કિલો  શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો.


પોરબંદરમાં   135 કિલો  શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો.


પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર

શહેરના છાયા ગાંધી આશ્રમ નજીક પોરબંદર LCBએ દરોડો પાડી

શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ભાડાના મકાનમાં

તપાસ કરતાં 15 કિલોની ક્ષમતાના 9 ડબ્બામાં કુલ 135 કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું.આ ઉપરાંત FRESH CO વનસ્પતિ ઘીના 49 બોક્સ માંથી કુલ 734 કિલો જથ્થો પણ મળી આવ્યો હતો. આમ, કુલ

869 કિલો શંકાસ્પદ અને વનસ્પતિઘી નો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે રૂ. 3.15 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

મકાન માંથી શંકાસ્પદ ઘી મળી આવતા LCB દ્વારા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પર પહોંચી શંકાસ્પદ ઘી નાસેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે અને સમગ્ર જથ્થો સીલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

છે.આ મામલે છાયા ગાંધીઆશ્રમ

પાસે રહેતા નાગાજણ અરજણભાઈ દાસા સામે ફૂડસેફ્ટી

કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

પોરબંદર LCBની નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો

સામેની આ ત્રીજી મોટી કાર્યવાહી હોવાનું સામે આવ્યું છે. અગાઉ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી અને તાજેતરમાં

કુતિયાણા વિસ્તાર માંથી શંકાસ્પદ નકલી દૂધનો જથ્થો ઝડપાયો હતો. હવે પોરબંદર શહેર માંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાતા ભેળસેળ ખોરોમાં

ફફડાટ ફેલાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande