પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અનધિકૃત દબાણ સામે કાર્યવાહી.
પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર ટી.સી. તિરથાણીની સૂચના અને નાયબ કમિશનર (વહીવટ) કિશન બી. ગરસરના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે અને અનધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામ
પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા  અનધિકૃત  દબાણ  સામે  કાર્યવાહી.


પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા  અનધિકૃત  દબાણ  સામે  કાર્યવાહી.


પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા  અનધિકૃત  દબાણ  સામે  કાર્યવાહી.


પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર

મહાનગરપાલિકાના કમિશનર ટી.સી. તિરથાણીની સૂચના અને નાયબ કમિશનર (વહીવટ) કિશન બી.

ગરસરના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે અને અનધિકૃત દબાણો દૂર

કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અંતર્ગત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ

વિભાગ દ્વારા શહેરના છાંયા દેવજી ચોક વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી

હતી. વિસ્તારમાં 6 ફૂટના જાહેર રસ્તા પર 4 ફૂટની દિવાલ ઉભી કરી કરવામાં આવેલ

અનધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું, ઉપરાંત કમ્પાઉન્ડ હોલ અને બાથરૂમનું પણ અનધિકૃત દબાણ દૂર કરાયું

હતું.

ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ તેમજ સેનિટેશન વિભાગની ટીમ દ્વારા જરૂરી ઓજારોની

મદદથી સ્થળ પર કામગીરી હાથ ધરી અનધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો અને જાહેર સ્થળો પરના અનધિકૃત દબાણો

સામે નિયમોનુસાર કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે,

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande