પોરબંદરના ખારાના ખાડા માંથી અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી.
પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના પુણજુસીમ ખારાવિસ્તારમાં ખાડામાંથી અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હોવાથી બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસ નોંધ મુજબ મૃતક પુરુષની
પોરબંદરના  ખારાના  ખાડા માંથી અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી.


પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના

પુણજુસીમ ખારાવિસ્તારમાં ખાડામાંથી અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હોવાથી બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસ નોંધ મુજબ મૃતક પુરુષની ઉંમર આશરે 40 વર્ષ હોવાનું જણાઈ આવ્યું છે.

મૃતકના જમણા હાથમાં અંગ્રેજીમાં ‘Vanraj’ નામ ત્રાજવાથી ત્રોફાવેલું હોવાનું નોંધાયું છે. ઉપરાંત તેના હાથમાં ધાતુનું કડું પણ પહેરેલું મળી આવ્યું હતું.ખાડા માંથી શંકાસ્પદ અને કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા હાર્બર મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી મૃતકની ઓળખ સહિતના મુદ્દેતપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande