ઓનલાઈન મિલકત વેરો ભરનાર મિલકત ધારકોને વધારાનું 1 ટકા રીબેટ આપવા નિર્ણય.
પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકોને ડિજિટલ માધ્યમથી મિલકત વેરાની ભરપાઈ કરવા પ્રોત્સાહિત કરવા ઓનલાઈન ટ્રાન્ઝેકશન દ્વારા મિલકત વેરો ભરનાર મિલકત ધારકોને ચાલુ વર્ષના વેરામાં વધારાનું 1 ટ
ઓનલાઈન  મિલકત વેરો ભરનાર મિલકત ધારકોને વધારાનું 1 ટકા રીબેટ આપવા નિર્ણય.


પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર

મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકોને ડિજિટલ માધ્યમથી મિલકત વેરાની ભરપાઈ કરવા

પ્રોત્સાહિત કરવા ઓનલાઈન ટ્રાન્ઝેકશન દ્વારા મિલકત વેરો ભરનાર મિલકત ધારકોને ચાલુ

વર્ષના વેરામાં વધારાનું 1 ટકા રીબેટ આપવાની યોજના અમલમાં મૂકવા નિર્ણય લેવામાં આવ્યો છે. 18/06/2026ની સામાન્ય સભાના ઠરાવ નં. 8 અનુસાર પ્રોપર્ટી ટેક્સ ઇન્સેન્ટિવ

રીબેટ યોજના 30/09/2026 સુધી અમલમાં છે.

આ યોજનાને કારણે

પાછલા બાકી વેરા તેમજ ચાલુ વર્ષના મિલકત વેરાની વસૂલાતને વેગ મળ્યો છે. હાલમાં

મિલકત વેરાના બિલ બજાવવાની કામગીરી પણ ચાલુ હોવાથી આગામી સમયમાં મહાનગરપાલિકાની

મિલકત વેરાની આવકમાં વધારો થવાની શક્યતા છે. ડિજિટલ યુગમાં નાગરિકોને ઓનલાઈન

સેવાઓનો વધુ લાભ મળે તેમજ મહાનગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ આવી વેરો ભરવામાં લાગતો

સમય બચે તે હેતુથી આ વધારાના રીબેટની જોગવાઈ કરવામાં આવી છે.

હાલ નિયત સમયમર્યાદામાં

મિલકત વેરો ભરનારને 10 ટકા રીબેટનો લાભ મળવાની જોગવાઈ છે, જ્યારે ઓનલાઈન ટ્રાન્ઝેકશન દ્વારા વેરાની રકમ ભરનારને ચાલુ વર્ષના

વેરામાં, એજ્યુકેશન સેસ સિવાય, વધારાનું 1 ટકા રીબેટ આપવામાં આવશે. જે

મિલકતધારકો નિયત સમયમર્યાદામાં ઓનલાઈન ટ્રાન્ઝેકશન દ્વારા મિલકત વેરાની રકમ જમા

કરાવશે તેઓ આ લાભ માટે પાત્ર રહેશે.

ચાલુ વર્ષ દરમિયાન અગાઉથી ઓનલાઈન માધ્યમથી મિલકત

વેરો ભરનારા મિલકતધારકોને પણ1 ટકા રીબેટનો લાભ આપવામાં આવશે અને

સંબંધિત રકમ આગામી વર્ષમાં જમા આપવામાં આવશે. આ યોજના હેઠળ એજ્યુકેશન સેસમાં કોઈ

રીબેટ લાગુ પડશે નહીં. ઉપરાંત, 10

ટકા રીબેટનો લાભ નિયત સમયગાળા સુધી જ મળશે, પરંતુ ઓનલાઈન ટ્રાન્ઝેકશન દ્વારા મિલકત વેરાની સંપૂર્ણ રકમ ભરનાર

મિલકતધારકોને ગમે ત્યારે ચાલુ વર્ષના વેરામાં, એજ્યુકેશન સેસ સિવાય, 1 ટકા વધારાના રીબેટનો લાભ આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande