મિયાણીની કોડીલા સીમમાં જુગાર રમતા 5 ઝડપાયા.
પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.)મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિયાણી ગામની કોડીલા સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોરબંદર LCBની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.20,600 રોકડા, ગંજીપત્તાના 52 પાના અને એક પાથરણ
મિયાણીની   કોડીલા સીમમાં જુગાર  રમતા  5  ઝડપાયા.


પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.)મિયાણી

મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિયાણી ગામની કોડીલા સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોરબંદર LCBની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની

પાસેથી રૂ.20,600 રોકડા, ગંજીપત્તાના 52 પાના અને એક પાથરણું મળી કુલ રૂ.20,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે HC જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર અને PC અજયભાઈ ચૌહાણને મળેલી બાતમીના આધારે મિયાણી ગામના વાડી વિસ્તારથી

વાછરાડાડાના મંદિર તરફથી કોડીલા સીમ જતા રસ્તે રેડ કરવામાં આવી હતી. જેમાં પાંચ ઇસમો

જાહેરમાં ગંજીપત્તા થી જુગાર રમતા મળી આવ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં સવદાસ ઉર્ફે એસ.કે. કારાભાઈ ગોઢાણીયા રહે. ભાવપરા ગામ ખારા સીમ, પોરબંદર; રામ ભગતભાઈ ઓડેદરા

,અરજન ગીગાભાઈ મોઢવાડિયા, દેવશી અધુરભાઈ મોઢવાડિયા, અને રામ કરશનભાઈ અમર , ચારેય રહે. ચંદ્રાવાડા ગામ, લીરવા વાડી વિસ્તાર, તા.

કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે.આ મામલે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.કામગીરી LCB I/C PI આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande