પીકઅપ ટેમ્પોમાં ચોરીછૂપીથી સુરત લઈ જવાતો રૂ.3.29 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો
વલસાડ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) વલસાડ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મોટી સફળતા મળી છે. પીકઅપ ટેમ્પોમાં ચોરીછૂપીથી સુરત તરફ લઈ જવાતા રૂ.3.29 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂન
આરોપી


વલસાડ, 01 સપ્ટેમ્બર (હિ.સ.)

વલસાડ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મોટી સફળતા મળી છે. પીકઅપ ટેમ્પોમાં ચોરીછૂપીથી સુરત તરફ લઈ જવાતા રૂ.3.29 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજાની સૂચના અને LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન LCBના અ.પો.કો. સંજયસિંહ બહાદુરસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પારડી તાલુકાના બગવાડા ખાતે શુભમ રેસિડેન્સીની સામે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે-48 ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન સફેદ રંગના મહિન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પો નંબર GJ-05-BX-1329ને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

ટેમ્પોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વ્હિસ્કી તથા બીયરના કુલ 54 બોક્સમાં 2,016 ટીન/બોટલો, કુલ 547.200 લીટર, જેની કિંમત રૂ.3,29,750 હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ.5 લાખનો બોલેરો પીકઅપ ટેમ્પો, રૂ.1,000નો મોબાઇલ ફોન તથા બેન્ક ઓફ બરોડાનું ફાસ્ટેગ મળી કુલ રૂ.8,30,750નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે પીકઅપ ટેમ્પો ચાલક અંકિત S/O રણજીતભાઈ મણીલાલ પટેલ, ઉંમર 35 વર્ષ, રહે. પારનેરા ગામ, ચણવઈ રોડ, કાજી સ્ટ્રીટની સામે, તા.જી. વલસાડને ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં પ્રોહી જથ્થો ભરેલો પીકઅપ ટેમ્પો આપનાર અજયભાઈ, જેના સંપૂર્ણ નામ-સરનામાની હજુ માહિતી મળી નથી, વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આ અંગે અ.પો.કો. સંજયસિંહ બહાદુરસિંહ દ્વારા પારડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપી તથા કબજે કરાયેલ મુદ્દામાલને વધુ તપાસ માટે પારડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરી LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.યુ. રોઝની સૂચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી જે.જી. પરમાર, ASI વિજય માધવરાવ, અ.પો.કો. સંજયસિંહ બહાદુરસિંહ તથા અ.પો.કો. પરાક્રમસિંહ મનોહરસિંહે ટીમવર્કથી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande