જામનગર : ચાકી સમાજના પ્રમુખની હત્યા મામલે આરોપી માતા-પુત્રની કરાઇ ધરપકડ, રિમાન્ડ મેળવવા તજવીજ
જામનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગરમાં ગત શનિવારની સાંજે શહેરના સેતાવાડ વિસ્તારમાં ચાકી સમાજના પ્રમુખને નિર્દયતાથી ધોકાનો ઘા ઝીંકી કરપીણ હત્યા કરાયા બાદ પાડોશી માતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધા બાદ વધૂ ત
હત્યાના આરોપી માતા-પુત્ર


જામનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગરમાં ગત શનિવારની સાંજે શહેરના સેતાવાડ વિસ્તારમાં ચાકી સમાજના પ્રમુખને નિર્દયતાથી ધોકાનો ઘા ઝીંકી કરપીણ હત્યા કરાયા બાદ પાડોશી માતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધા બાદ વધૂ તપાસ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાશે. શહેરના સેતાવાડ ધર્મના ડેલા સામે ગીગામેતાની શેરીની સામેની ગલીમાં રહેતા ઇબ્રાહીમ સિદ્દીકભાઈ ચાકીની હત્યા મામલે આરોપી અમન અસલમઘાચી અને આરોપીની માતા હવાબેન અસલમભાઇ ઘાચી સામે ફરિયાદ નોંધાઇ હતી.

29 ઓગસ્ટના રોજ સાંજે શેરીમાં રમતા બાળકો ઉપર આરોપી હવાબેન મરચાની ભુક્કી ઉડાવી બોલાચાલી કરતા હતા આ વેળાએ ઇબ્રાહીમભાઇ નમાજ પઢીને ઘરે આવ્યા અને હવાબનને નાના છોકરાઓને હેરાન ન કરવા કહેતા માથાકૂટ થઈ હતી.

જેમાં માતાના કહેવાથી પુત્ર એવા આરોપી અમન અસલમ ઘાચીએ લાકડાનો ધોકો માથામાં ફટકારતાં ઇબ્રાહીમભાઇનું મોત થયુ હતું. હત્યા મામલે મૃતકના પુત્ર સાદીકની ફરિયાદ બાદ પોલીસે આરોપી માતા-પુત્રની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande