
નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મહિનાના પહેલા જ દિવસે એલપીજી ગેસ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 9.50 રૂપિયાથી લઈને 12 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે ઘરેલુ ઉપયોગમાં આવતા 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડર (રસોઈ ગેસ)ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઓઇલ માર્કેટિંગ કંપનીના અનુસાર, ભાવમાં કરાયેલા વધારા બાદ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 9.50 રૂપિયા મોંઘો થઈને 2,738 રૂપિયાની જગ્યાએ 2,747.50 રૂપિયામાં મળવા લાગ્યો છે. એ જ રીતે મુંબઈમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 9.50 રૂપિયા મોંઘો થઈને 2,691.50 રૂપિયાની જગ્યાએ 2,701 રૂપિયામાં મળી રહ્યો છે. કોલકાતામાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 11.50 રૂપિયાનો વધારો થયો છે. કોલકાતામાં આજથી 19 કિલોગ્રામનો એલપીજી ગેસ સિલિન્ડર 2,872.50 રૂપિયાની જગ્યાએ 2,884 રૂપિયામાં મળી રહ્યો છે.
આ ઉપરાંત ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 10.50 રૂપિયા મોંઘો થઈને 2,906 રૂપિયાની જગ્યાએ 2,916.50 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. દિલ્હીને અડીને આવેલા એનસીઆર ક્ષેત્રની વાત કરીએ તો નોઇડામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 9.50 રૂપિયા વધીને 2,738 રૂપિયાની જગ્યાએ 2,747.50 રૂપિયામાં મળી રહ્યો છે, જ્યારે ગુરુગ્રામમાં 19 કિલોગ્રામનો એલપીજી ગેસ સિલિન્ડર 9.50 રૂપિયા મોંઘો થઈને 2,755 રૂપિયાની જગ્યાએ 2,764.50 રૂપિયામાં મળી રહ્યો છે. બીજી તરફ ગાઝિયાબાદમાં 19 કિલોગ્રામનો એલપીજી ગેસ સિલિન્ડર 9.50 રૂપિયા મોંઘો થઈને 2,738 રૂપિયાની જગ્યાએ 2,747.50 રૂપિયામાં આવી ગયો છે.
ગેસ સિલિન્ડર મોંઘો થવાથી રેસ્ટોરાં, ઢાબા અથવા કેટરિંગ સેવા ચલાવતા કોમર્શિયલ શ્રેણીના ગ્રાહકો પર બોજ પડશે. એલપીજી ગેસના ભાવમાં આ વધારો માત્ર કોમર્શિયલ શ્રેણીના સિલિન્ડરમાં જ કરવામાં આવ્યો છે. ઘરેલુ ઉપયોગમાં આવતા 14.2 કિલોગ્રામના સિલિન્ડર (રસોઈ ગેસ)ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ