પોરબંદર જિલ્લામાં “નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ”ના અસરકારક અમલીકરણ અંગે બેઠક યોજાઈ
પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) “નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ”ના અસરકારક અમલીકરણ તેમજ 15 થી 60 વર્ષની વયજૂથના નિરક્ષરોને સાક્ષર બનાવવાના આયોજનના ભાગરૂપે જિલ્લા પંચાયત કચેરી, પોરબંદર ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી
પોરબંદર  જિલ્લામાં “નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ”ના અસરકારક  અમલીકરણ અંગે બેઠક યોજાઈ


પોરબંદર  જિલ્લામાં “નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ”ના અસરકારક  અમલીકરણ અંગે બેઠક યોજાઈ


પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) “નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ”ના અસરકારક અમલીકરણ

તેમજ 15 થી

60

વર્ષની વયજૂથના નિરક્ષરોને સાક્ષર બનાવવાના આયોજનના ભાગરૂપે જિલ્લા પંચાયત કચેરી, પોરબંદર ખાતે જિલ્લા વિકાસ અધિકારી

બી.બી. ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

જિલ્લા

વિકાસ અધિકારી બી.બી.ચૌધરીએ જિલ્લામાં

વિવિધ સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા યુવાઓને જોડીને

નિરક્ષરોને સાક્ષર બનાવવાની કામગીરી હાથ ધરવા અને જિલ્લામાં સાક્ષરતા દરમાં વધારો

થાય તે માટે અસરકારક આયોજન કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠક

દરમિયાન 15 થી

60વર્ષની

વયજૂથના નિરક્ષરોનો સર્વે કરી તેમની ઓળખ કરવી, તેમને સાક્ષર બનાવવા માટેની કામગીરી હાથ ધરવી, સાક્ષરતા અંગેની પરીક્ષાનું આયોજન કરવા, સાક્ષરતા સપ્તાહ તેમજ રાજ્યના સાક્ષરતા

દરમાં વધારો થાય તે માટેની કામગીરી અને એક્શન પ્લાન અંગે વિગતવાર ચર્ચા કરવામાં

આવી હતી.આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારીનમ્રતાબેન વાઘેલા સહિતના અધિકારીઓ

ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande