
ન્યૂયોર્ક, નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કરાઝે, લાંબા સમય બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં વાપસી કરતાં યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી. સ્પેનના અલ્કારાઝે સોમવારે પ્રથમ રાઉન્ડમાં રશિયાના રોમન સાફિલિનને સતત ત્રણ સેટમાં 6-4, 6-4, 6-4થી હરાવ્યો.
અલ્કરાઝ એપ્રિલમાં કાંડા પરની ઈજાના બાદ પ્રથમ વખત સિંગલ્સ મુકાબલામાં કોર્ટ પર ઉતર્યા હતા. પાંચ મહિના સુધી સ્પર્ધાત્મક મુકાબલાથી દૂર રહ્યા છતાં તેમણે શરૂઆતથી જ નિયંત્રણ જાળવી રાખ્યું અને સાફિલિનને વાપસીનો વધુ મોકો આપ્યો નહીં.
મેચ બાદ અલ્કરાઝે કહ્યું, “મારા માટે આ પાંચ મહિના ખૂબ મુશ્કેલ રહ્યા. મને તેની ખોટ ખૂબ લાગી. મને દર્શકો, માહોલ, ઊર્જા અને સ્પર્ધાની ખોટ લાગી. મને બધાની ખોટ લાગી.”
તેમણે આગળ કહ્યું, “હું ફરીથી સ્પર્ધા કરી શક્યો છું, તેનાથી હું અત્યંત ખુશ છું. મને ખાતરી છે કે આવનારા મુકાબલાઓમાં મારા ટેનિસનું સ્તર વધુ સુધરશે. પહેલા મેચમાં મારા પ્રદર્શનથી હું ઘણો ખુશ છું.”
જાનિક સિન્નરના ઈજાગ્રસ્ત થવા અને નોવાક જોકોવિચના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ જવા બાદ અલ્કરાઝના ખિતાબ બચાવવાના સંભાવનાઓ વધુ મજબૂત માનવામાં આવી રહી છે. બીજા રાઉન્ડમાં તેમનો મુકાબલો પોર્ટુગલના જેમે ફારિયા સાથે થશે.
ત્સિત્સિપાસે ટોચના-10 ખેલાડી આર્થર ફિલ્સને હરાવ્યો
સોમવારે વધુ એક ટોચના-10 ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. સિન્સિનેટી ઓપનનો ખિતાબ જીતીને યુએસ ઓપન પહોંચેલા આર્થર ફિલ્સને ગ્રીસના સ્ટેફાનોસ ત્સિત્સિપાસે 4-6, 7-6(3), 6-1, 6-4થી પરાજય આપ્યો.
આ વખતે ફ્લશિંગ મેડોઝમાં બિનવરીય ત્સિત્સિપાસે જીત બાદ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તે ફરીથી વિશ્વ ક્રમાંકનમાં ત્રીજા સ્થાન સુધી પહોંચી શકે છે. તે અગાઉ બે ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ રમી ચૂક્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ