યુએસ ઓપન 2026: સ્ટેન વાવરિંકાનો ગ્રાન્ડ સ્લેમ કારકિર્દી હાર સાથે સમાપ્ત
ન્યૂયોર્ક, નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન, સ્વિટ્ઝર્લેન્ડના સ્ટેન વાવરિંકાની શાનદાર ગ્રાન્ડ સ્લેમ કારકિર્દી યુએસ ઓપન 2026ના પ્રથમ રાઉન્ડમાં હાર સાથે સમાપ્ત થઈ ગઈ. 2016ના યુએસ ઓપન ચેમ્પિયન વાવરિંકાને ઇટાલીના માટેઓ
સ્ટેન વાવરિંકા


ન્યૂયોર્ક, નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન, સ્વિટ્ઝર્લેન્ડના સ્ટેન વાવરિંકાની શાનદાર ગ્રાન્ડ સ્લેમ કારકિર્દી યુએસ ઓપન 2026ના પ્રથમ રાઉન્ડમાં હાર સાથે સમાપ્ત થઈ ગઈ. 2016ના યુએસ ઓપન ચેમ્પિયન વાવરિંકાને ઇટાલીના માટેઓ બેરેટીનીએ 7-6(4), 7-6(3), 6-0થી હરાવ્યા.

38 વર્ષીય વાવરિંકાએ પહેલા બે સેટમાં પોતાના કરતાં ઓછી ઉંમરના બેરેટીનીને કઠિન પડકાર આપ્યો. બંને સેટ ટાઈબ્રેક સુધી પહોંચ્યા, પરંતુ બેરેટીનીએ મહત્વપૂર્ણ ક્ષણોમાં સંયમ જાળવી રાખ્યો અને બંને ટાઈબ્રેક જીતીને મુકાબલામાં 2-0ની સરસાઈ મેળવી લીધી.

પહેલા સેટમાં વાવરિંકા એક સમયે પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ બેરેટીની સેટ માટે સર્વિસ કરી રહ્યા હતા ત્યારે તેમણે શાનદાર વાપસી કરી અને તેમની સર્વિસ શૂન્ય પર તોડી સ્કોર બરાબર કરી દીધો. ત્યારબાદ વાવરિંકાને સેટ પોઈન્ટ પણ મળ્યો, પરંતુ બેરેટીનીએ સતત ચાર ડ્યૂસ બાદ ગેમ બચાવી અને ટાઈબ્રેકમાં ત્રણ સતત પોઈન્ટ મેળવી પહેલો સેટ પોતાના નામે કરી લીધો.

બીજા સેટમાં વરસાદને કારણે થોડા સમય માટે રમત રોકાઈ. ફરી શરૂ થયા બાદ વાવરિંકાએ બેરેટીનીની સર્વિસ તોડી વધત મેળવી, પરંતુ તેઓ તેનો લાભ લઈ શક્યા નહીં. સ્વિસ ખેલાડીને કુલ સાત બ્રેક પોઈન્ટ મળ્યા, જેમાં ત્રણ સેટ પોઈન્ટ હતા, પરંતુ બેરેટીનીએ તમામ મહત્વપૂર્ણ અવસરો પર વાપસી કરતાં બીજો ટાઈબ્રેક પણ જીતી લીધો.

ત્રીજા સેટમાં બેરેટીનીએ સંપૂર્ણ દબદબો જમાવ્યો અને સતત ત્રણ વખત વાવરિંકાની સર્વિસ તોડતાં સેટ 6-0થી જીતી લીધો. આ સાથે વાવરિંકાની શાનદાર ગ્રાન્ડ સ્લેમ કારકિર્દી પર પડદો પડી ગયો.

ન્યૂયોર્કમાં વાવરિંકાની હાજરી આ વખતે ખાસ રહી. ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને શરૂઆતમાં વાઇલ્ડ કાર્ડ માટે અરજી કરવા છતાં સિંગલ્સ મુખ્ય ડ્રોમાં જગ્યા મળી નહોતી. આ નિર્ણય પર પ્રશંસકોએ નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારબાદ અમેરિકન ખેલાડી પેટ્રિક કિપ્સન ઈજાના કારણે હટી જતા વાવરિંકાને મુખ્ય ડ્રોમાં સામેલ કરવામાં આવ્યા.

2019માં યુએસ ઓપનના સેમિફાઇનલ સુધી પહોંચેલા બેરેટીનીનો બીજા રાઉન્ડમાં સામનો આર્જેન્ટિનાના મારિયાન નાવેને સાથે થશે. નાવેને રવિવારે મોટો અપસેટ સર્જતાં ચોથી વરીયતા પ્રાપ્ત નોવાક જોકોવિચને પાંચ સેટમાં હરાવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande