
પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના ક્રિષ્ના
પાર્કમાં ઝવેરી બંગલાની સામે આવેલા મકાનમાંથી રૂ. 9.57 લાખના સોનાના દાગીનાની ચોરીના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો કાયદાના સંઘર્ષમાં
આવેલ કિશોર કમલાબાગ પોલીસની સર્વેલન્સ ટીમે શોધી
કાઢ્યો હતો.પોલીસને બાતમી મળી હતી કે કિશોર
કર્લીના પુલ પાસે ખાડી કાંઠે
આવેલા ઝૂંપડામાં પોતાના ઘરે હાજર છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા કિશોર મળી આવ્યો હતો.
પોલીસે તેના પિતા લેખરાજ બાબુભાઈ પરમારને કિશોરને
હાજર કરાવવા સમજ કરી હતી. ત્યારબાદ કિશોર તેના પિતા
સાથે પોલીસ સમક્ષ હાજર થતાં ધોરણ સરની કાર્યવાહી
કરી તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો
હતો.આ કાર્યવાહી કમલાબાગ પોલીસ સ્ટેશનના
પીઆઈ એસ.જી.સોલંકી, પીએસઆઈ એ.એ. ડોડીયા, એએસઆઈ
સુરેશ અરજણભાઈ, પો.હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ત્રિકમભાઈ અને ભીમશી પરબતભાઈ, પો.કોન્સ્ટેબલ સાજન રામશીભાઈ, સુરેશ કિશાભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ તથા વુ.પો.કોન્સ્ટેબલ દક્ષાબેન ગીજુભાઈ સહિતના
સ્ટાફે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya