કપરાડા પોલીસને મોટી સફળતા, બે વર્ષથી બાઈક ચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
વલસાડ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) કપરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈક ચોરીના બે ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી કપરાડા પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજ
આરોપી


વલસાડ, 01 સપ્ટેમ્બર (હિ.સ.)

કપરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈક ચોરીના બે ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી કપરાડા પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા તથા ધરમપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સંદીપ ટી.ના માર્ગદર્શન હેઠળ લાંબા સમયથી નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ અનુસંધાને કપરાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. એન. વાંઝાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સુથારપાડા ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અ. હે. કો. આશિષભાઈ અર્જુનભાઈ બ.નં. ૭૬૫ને મળેલી ચોક્કસ બાતમીના આધારે બાઈક ચોરીના બે ગુનામાં વોન્ટેડ આરોપી જ્ઞાનેશ્વર ઉર્ફે તાત્યા સુરેશ હરી શાર્દુલ, ઉંમર 31 વર્ષ, રહે. નનાસી, હનુમાન મંદિર પાસે, તા. ડિંડોરી, જી. નાશિક, મહારાષ્ટ્રને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી વિરુદ્ધ કપરાડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11200027241403/2024 તથા ગુ.ર.નં. 11200027241409/2024, બંનેમાં BNS-2023ની કલમ 303(2), 317(2), 54 મુજબ ગુના નોંધાયેલા છે.

ઝડપાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. એન. વાંઝા, અ. હે. કો. આશિષભાઈ અર્જુનભાઈ બ.નં. 765, અ. હે. કો. ગણેશભાઈ ધનાભાઈ બ.નં. 593 તથા અ. હે. કો. જીગ્નેશભાઈ પ્રભુભાઈ બ.નં. 615એ પ્રશંસનીય કામગીરી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande