ન્યાયાધીશ સંજય કે. અગ્રવાલ રાજસ્થાન હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ
જયપુર, નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ઉચ્ચતમ ન્યાયાલય (સુપ્રીમ કોર્ટ) કોલેજિયમની સોમવારે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં છત્તીસગઢ હાઈકોર્ટના વરિષ્ઠતમ ન્યાયાધીશ જસ્ટિસ સંજય કે. અગ્રવાલની બદલી રાજસ્થાન હાઈકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ તે
જસ્ટિસ સંજય કે. અગ્રવાલ


જયપુર, નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ઉચ્ચતમ ન્યાયાલય (સુપ્રીમ કોર્ટ) કોલેજિયમની સોમવારે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં છત્તીસગઢ હાઈકોર્ટના વરિષ્ઠતમ ન્યાયાધીશ જસ્ટિસ સંજય કે. અગ્રવાલની બદલી રાજસ્થાન હાઈકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ તેમને રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના પદ પર પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. બીજી તરફ, રાજસ્થાન હાઈકોર્ટના વરિષ્ઠતમ ન્યાયાધીશ પુષ્પેન્દ્ર સિંહ ભાટી ને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે.

ન્યાયિક ક્ષેત્રના લોકો આ બદલીના આદેશને વર્તમાન કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એસ.પી. શર્મા સાથે જોડાયેલા તાજેતરના વિવાદ સાથે સીધો સંબંધ ધરાવતો માની રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફેરબદલ દ્વારા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના વહીવટી સંતુલન અને ન્યાયિક વ્યવસ્થાને ફરીથી મજબૂત કરવા માગે છે.

ગૌરતલબ છે કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંદીપ મેહતા તરફથી સીજીઆઈ સૂર્યકાંતને રાજસ્થાન હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માની ફરિયાદના આધારે તેમને રાજસ્થાન હાઈકોર્ટથી ટ્રાન્સફર કરવાની વિનંતી કરવામાં આવી હતી અને તેમના સ્થાને અન્ય ન્યાયાધીશની નિમણૂક કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ સીજીઆઈનું પણ નિવેદન સામે આવ્યું હતું કે મામલાની ઉચ્ચ સ્તરે તપાસ કરીને પ્રકરણના તમામ પાસાઓને જો્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્મા આગામી 26 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પારીક / સંદીપ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande