મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 602 ગુણી આવક, ડુંગળીના ભાવમાં પણ વધઘટ
ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ જણસોની આવક નોંધાઈ હતી. ખેડૂતો મગફળી, કપાસ, ડુંગળી, નારિયેળ સહિતની જણસો વેચાણ માટે યાર્ડમાં લાવ્યા હતા. હરાજી દરમિયાન વિવિધ જણસોના ભાવમાં વધઘટ જોવા મળી હતી. મગફળીમાં આજ
મહુવા માર્કેટિંગ યાર્ડ ફાઇલ ફોટો


ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ જણસોની આવક નોંધાઈ હતી. ખેડૂતો મગફળી, કપાસ, ડુંગળી, નારિયેળ સહિતની જણસો વેચાણ માટે યાર્ડમાં લાવ્યા હતા. હરાજી દરમિયાન વિવિધ જણસોના ભાવમાં વધઘટ જોવા મળી હતી.

મગફળીમાં આજે કુલ 602 ગુણીની આવક નોંધાઈ હતી. મગફળી-39ના ભાવ રૂ.651થી રૂ.1,456 સુધી રહ્યા હતા, જ્યારે મીનાક્ષી મગફળીનો ભાવ રૂ.1,358 સુધી રહ્યો હતો. ટી.જે. મગફળીના ભાવ રૂ.1,300થી રૂ.1,602 સુધી રહ્યા હતા. કપાસના ભાવ રૂ.1,750 સુધી નોંધાયા હતા.

નારિયેળની આજે 21,671 નંગની આવક થઈ હતી. તેના ભાવ રૂ.620થી રૂ.2,795 સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ નારિયેળના ભાવમાં રૂ.323નો ઘટાડો નોંધાયો હતો.

ડુંગળીમાં લાલ ડુંગળીના 2,652 કટ્ટાની આવક નોંધાઈ હતી. તેના ભાવ રૂ.101થી રૂ.918 સુધી રહ્યા હતા અને ગઈકાલની સરખામણીએ રૂ.18નો વધારો થયો હતો. સફેદ ડુંગળીના 638 કટ્ટાની આવક સામે ભાવ રૂ.225થી રૂ.881 સુધી રહ્યા હતા, જેમાં રૂ.39નો ઘટાડો નોંધાયો હતો.

ઘઉં ટુકડાના 367 કટ્ટાની આવક થઈ હતી અને ભાવ રૂ.390થી રૂ.635 સુધી રહ્યા હતા. તેમાં રૂ.11નો ઘટાડો થયો હતો. સફેદ તલના ભાવ રૂ.2,045થી રૂ.2,497 સુધી રહ્યા હતા, જ્યારે કાળા તલના ભાવ રૂ.2,150થી રૂ.3,621 સુધી રહ્યા હતા. કાળા તલમાં રૂ.93નો વધારો નોંધાયો હતો. આજે તલની 98 કટ્ટા અને ચણાની 9 કટ્ટાની આવક થઈ હતી. ચણાના ભાવ રૂ.925થી રૂ.1,310 સુધી રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande