
જુનાગઢ,10 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યના છેવાડાના નાગરિક સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ પહોંચે અને એક પણ લાભાર્થી આ લાભથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ 'સેવાસેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સોમનાથ જિલ્લામાં આ અંતર્ગત પ્રથમ તબક્કાનો 'સેવાસેતુ' કાર્યરત છે.. આ પ્રથમ તબક્કામાં લોકોને આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકના દાખલા સંબંધિત સેવાઓનો લાભ અપાઇ રહ્યો છે.
રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી મળી રહે તે માટે જરુરી દસ્તાવેજો તૈયાર કરવા તેમજ યોજનાઓના સંતૃપ્તિકરણ માટે જરુરી પૂર્વતૈયારીઓના ભાગરૂપે લોકોને સેવાઓના લાભ સાથે 'સેવાસેતુ'ના બીજા તબક્કામાં પણ લાભ મળી રહે તેવા આયોજનથી પ્રથમ તબક્કાની કામગીરી જિલ્લામાં હાલમાં ચાલી રહી છે.
સોમનાથ જિલ્લામાં 'સેવાસેતુ'ના પ્રથમ તબક્કાની કામગીરીમાં ઉના, કોડિનાર, સૂત્રાપાડા, તાલાલા, ગીર ગઢડા અને વેરાવળ(ગ્રામ્ય)ની સેવાસેતુ પૂર્વ તૈયારીની કામગીરી ચાલી રહી છે.
જેમાં આધાર નોંધણી, આધારકાર્ડમાં સુધારા(અપડેશન)કરવા, બાળકોના આધારકાર્ડ તેમજ રાશનકાર્ડમાં નામ દાખલ કરવું, રાશનકાર્ડમાં નામ કમી કરવું, રાશનકાર્ડમાં સુધારો કરવો, રેશનકાર્ડ ધારકોની e-KYC કરવા અંગેની સેવા તથા આવકના દાખલા અંગેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
સેવાસેતુ'ના પ્રથમ તબક્કાની કામગીરીથી લાભાર્થીઓને 'સેવાસેતુ'ના બીજા તબક્કામાં પી.એમ.કિસાન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, જન ધન યોજના, સ્વામિત્વ, કિસાન ક્રેડિટ કાર્ડ, નમોશ્રી, સોઇલ હેલ્ડ કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિત વિવિધ નાગરિકલક્ષી સેવાઓનો લાભ મેળવવા માટે સરળતા થશે
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મોટી સંખ્યામાં નાગરિકો લાભ લે અને સંતૃપ્તિકરણ પ્રાપ્ત થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રથમ તબક્કાની કામગીરી હાલમાં જિલ્લામાં કરવામાં આવી રહી છે.
આ સાથે, બીજા તબક્કાના યોજાનાર સેવાસેતુમાં રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ