
અમદાવાદ, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : લખનઉથી સાઉદી અરેબિયાના દમામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-097માં ટિશ્યુ પેપર પર 'બોમ્બ' લખેલી ચિઠ્ઠી મળી આવતી અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
આજે લખનઉથી સાઉદી અરેબિયાના દમામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-097માં ટિશ્યુ પેપર પર 'બોમ્બ' લખેલી ચિઠ્ઠી મળી આવતાં અફરાતફરી સર્જાઈ હતી.વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 133 લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાંજે 5:55 વાગ્યે વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને બોમ્બ સ્ક્વોડ અને સિક્યુરિટી એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરવાની સાથે મુસાફરોના રાઇટિંગ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે.આ ફ્લાઈટમાં 120થી વધુ પેસેન્જર હાજર હતા. એરપોર્ટની સિક્યુરિટી એજન્સી, ફાયરની ટીમ, બોમ્બ સ્કોડ સહિત અલગ-અલગ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ફ્લાઈટમાંથી નીચે ઉતારવામાં આવ્યા છે.
એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ ફ્લાઈટ લખનઉથી દમામ જઈ રહી હતી. જેને સાંજે 5:55 pm વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. જેમાં ક્રૂ મેમ્બર સહિત 133 લોકો હતા. ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કયા કારણોસર કરવામાં આવ્યું તેના વિશે હજી કોઈ ચોક્કસ કારણ મળી આવ્યું નથી. તમામ મુસાફરો પાસેથી ટિશ્યૂ પેપર પર લખાવી અક્ષરના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ