સ્વચ્છ વંથલી–સુંદર વંથલીના સંકલ્પ સાથે સ્વચ્છતા કર્મચારીઓને વિશેષ તાલીમ 100 દિવસ મહા સ્વચ્છતા અભિયાન અંતર્ગત તાલીમ
જુનાગઢ,10 સપ્ટેમ્બર (હિ.સ.) વંથલી નગરપાલિકા દ્વારા શહેરી સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તથા ૧૦૦ દિવસ મહા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વંથલી નગરપાલિકાના સભાખંડ ખાતે સ્વચ્
સ્વચ્છ વંથલી–સુંદર વંથલીના સંકલ્પ


જુનાગઢ,10 સપ્ટેમ્બર (હિ.સ.) વંથલી નગરપાલિકા દ્વારા શહેરી સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તથા ૧૦૦ દિવસ મહા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વંથલી નગરપાલિકાના સભાખંડ ખાતે સ્વચ્છતા કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા યોજાયેલી તાલીમમાં સફાઈ કામદારો, જાહેર શૌચાલયના સંભાળક કર્મચારીઓ, વોર્ડ નિરીક્ષકો તથા ઘર-ઘર કચરા સંગ્રહ માટેના વાહનચાલકો સહિતના કર્મચારીઓએ ભાગ લીધો હતો.

તાલીમ દરમિયાન જાહેર સ્થળોની સ્વચ્છતા, કચરાના સ્થળોનું કાયમી નિવારણ, નિયમિત સફાઈ, ઘર-ઘર કચરા સંગ્રહ, કચરાનું યોગ્ય રીતે અલગકરણ તેમજ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છતા કામગીરી સમયસર અને જવાબદારીપૂર્વક કરવા તથા શહેરી વિસ્તારમાં કચરાના ઢગલા કે ગંદકીના સ્થળો ઊભા ન થાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

વંથલી નગરપાલિકા દ્વારા “સ્વચ્છ વંથલી–સુંદર વંથલી”ના સંકલ્પ સાથે 100 દિવસ મહા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા નગરજનોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. નગરજનોને ઘરનો કચરો ઘર-ઘર કચરા સંગ્રહના વાહનમાં જ આપવા તેમજ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande