ગૌચર જમીનમાં સ્ટોક પાઇલિંગની ફરિયાદે તંત્ર હરકતમાં: કોટડા-જડોદરમાં એસડીએમની સ્થળ તપાસ, પાવર ગ્રિડને નિયમ પાલનની તાકીદ
કચ્છ, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા તાલુકાના કોટડા-જડોદર ગામની ગૌચર જમીનમાં પાવર ગ્રિડ દ્વારા સ્ટોક પાઇલિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. લોક ફરિયાદોને
સ્ટોક પાઈલિંગ અંગે તંત્રની તપાસ


સ્ટોક પાઈલિંગ અંગે તંત્રની તપાસ


કચ્છ, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા તાલુકાના કોટડા-જડોદર ગામની ગૌચર જમીનમાં પાવર ગ્રિડ દ્વારા સ્ટોક પાઇલિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. લોક ફરિયાદોને ગંભીરતાથી લઈ નખત્રાણા પ્રાંત અધિકારી અને એસડીએમ ઉત્કર્ષ ઉજવલે કોટડા-જડોદર ખાતે સ્થળ મુલાકાત કરી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

સ્થળ મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ગૌ સમિતિના સભ્યો તેમજ પાવર ગ્રિડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારીએ સંબંધિત તમામ પક્ષો પાસેથી સ્ટોક પાઇલિંગ અંગેની વિગતો મેળવી હતી અને જે સ્થળે સામગ્રીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યાં જઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સ્થાનિક સ્તરે ગૌચર જમીનના ઉપયોગ અંગે ઉઠેલી ફરિયાદો અને લોકોની રજૂઆતોને પણ તંત્ર દ્વારા ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી.

તપાસ દરમિયાન સરકારી તેમજ ગૌચર જમીનના ઉપયોગને લઈને પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ અને વહીવટી નિયમોનું પાલન કરવાની બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના સરકારી કે ગૌચર જમીન પર કોઈપણ પ્રકારનું સ્ટોક પાઇલિંગ અથવા અન્ય ઉપયોગ કરી શકાય નહીં તેવી સ્પષ્ટતા પાવર ગ્રિડના પ્રતિનિધિઓ સમક્ષ કરવામાં આવી હતી.

પ્રાંત અધિકારીએ સરકારી જમીનના ઉપયોગ સંબંધિત તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પાવર ગ્રિડના પ્રતિનિધિઓને સૂચના આપી હતી. સાથે જ ગૌચર જમીનના સંરક્ષણ અને તેના ઉપયોગ અંગે મળતી ફરિયાદોને ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરવા અંગે પણ સંબંધિતોને તાકીદ કરવામાં આવી હતી.

કોટડા-જડોદરમાં થયેલી આ સ્થળ તપાસને પગલે ગૌચર જમીનના ઉપયોગ અંગે સ્થાનિક સ્તરે ચાલી રહેલી ચર્ચાને વહીવટી તંત્ર દ્વારા સીધું ધ્યાન મળ્યું છે. તંત્રની મુલાકાત બાદ હવે જમીનના ઉપયોગ અને સ્ટોક પાઇલિંગ અંગેના નિયમોના પાલન પર આગળની કાર્યવાહી કેવી રહે છે તેના પર સ્થાનિકોની નજર રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande