આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાઈ
નવસારી, 10 સપ્ટેમ્બર (હિ.સ.)-એકલવ્ય, સરદાર પટેલ તથા જયદીપસિંહજી સિનિયર/જુનિયર એવોર્ડ યોજના અંતર્ગત વર્ષ 2022-23, 2023-24 અને 2024-25 દરમિયાન આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ય
આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાઈ


નવસારી, 10 સપ્ટેમ્બર (હિ.સ.)-એકલવ્ય, સરદાર પટેલ તથા જયદીપસિંહજી સિનિયર/જુનિયર એવોર્ડ યોજના અંતર્ગત વર્ષ 2022-23, 2023-24 અને 2024-25 દરમિયાન આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા ખેલાડીઓએ 11 સપ્ટેમ્બર, 2026થી 15 ઓક્ટોબર, 2026 દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો ખેલાડીઓએ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અબ્રામા, જી.આઈ.ડી.સી. કોલેજ પાસે, તાલુકો જલાલપોર, જિલ્લો નવસારી ખાતે સંપર્ક કરવાનો રહેશે. અરજી કરવામાં તકનિકી મુશ્કેલી હોય તો ઉપરોક્ત કચેરી ખાતે રૂબરૂ હાજર થવાથી ઓનલાઈન અરજી કરી આપવામાં આવશે.

પાત્ર ખેલાડીઓને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ લેવા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, નવસારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande